Book Title: Parvatithi Nirnay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad

View full book text
Previous | Next

Page 518
________________ આ રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના ૨૨૫ અનુષ્ઠાનને લોપ થવાનો પ્રસંગ આવશે, એમ શાસ્ત્રકાર અહિં સાફ જણાવે છે. એટલે અમે જે ટીપણાની પર્વતિથિના ક્ષચે પૂર્વની અપર્વતિથિને ક્ષય કરીએ છીએ, તે તદ્દન વ્યાજબી અને શાસ્ત્રીય છે. એટલે કે જ્યારે બીજ-પાંચમ–આઠમ અગીઆરશ અને ચિદશને ટીશ્યણુમાં ક્ષય આવે ત્યારે જૈન શાસ્ત્રાધારે તે એકમ, ચા, સાતમ, દશમ, અને તેરશને જ ક્ષય થાય અને તે તે ઉદયવતી ટોપણાની અપર્વતિથિઓને બીજ આદિજ કહેવાય. અને ત્યારે જ નીચેની આજ્ઞા મુજબ પણ તિથિની આરાધના થઈ ગણાય. જુઓ તે આજ્ઞા “વીણા પંચની અમી ઇજારી તારાં ત્ર વિજ્ઞતિgિ અમાવાણાવિ તેરી” બીજાદિના ક્ષયે પૂર્વની (અપર્વ) તિથિને ક્ષય કરે તેમજ અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય કરે. અહિં ફરજીયાત પર્વતિથિ સાથે જ મર્યાદિત છે. પૂનામ કે અમાસને ક્ષય આવે ત્યારે શું કરવું? આ સંબંધી પણ મતભેદ છે. શ્રી દેવસૂર તપાગચ્છ તે જૈનશાસ્ત્રના આધારે અને પ્રાચીન પરંપરાના આધારે પૂનમ કે અમાસના ક્ષયે તેરશને જ ક્ષય કરે છે. “ [g.' સુત્રાધારે પૂનમ અમાસના ક્ષયે ચાદશનો ક્ષય કરવાનું એવર્ગ સૂચવી શકે તેમ નથી. કારણકે ચિદશ પર્વતિથિ છે. હવે દેવસૂર સંઘના સમર્થનના પૂનમ અમાસના ક્ષયે તેરશને ક્ષય કરે જોઈએ તેના પાઠ નીચે મુજબ છે. ૧ “પૂનમ અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય થાય” (૧૭૯૨નો પાઠ.) ૨ “અમાવાસા વિ તેલ, તથા ર લા govમા વા તે બ્રો અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય થાય જેમ પૂર્ણિમાના ક્ષયે તેમ....(૧૫૬૩ને દેવાચક ને પાઠ ૨) ૩ “ ગત ઘa pષમાયાઃ ક્ષણે ચોથા ક્ષય યુક્તિયુઃ સિત્તે” આવા અનેક પાઠો છુટક શાસ્ત્રીય પાનામાં છે કે પૂર્ણિમા અને અમાવાસ્યાના ક્ષયે તેરશને જ ક્ષય થાય. એ વર્ગ પણ સં. ૧૯૧ સુધી શ્રીવિજયદેવસર સંઘની એ પરંપરા મુજબ જ અને તેવી જે શાસ્ત્રીય આજ્ઞા પ્રમાણે જ તિથિ-ક્ષયે હેરફેર માનતો હતો. હમણુ થોડા વર્ષથી જ એ વગે તે આચરણથી વિરૂદ્ધ બોલવું શરૂ કર્યું છે. જેમ ક્ષયમાટે જોઈ ગયા તેમ તિથિ વૃદ્ધિને પ્રશ્ન પણ એટલું જ વિવાદાસ્પદ છે. જેમકે ટીપણામાં બે આઠમાદિ હોય ત્યારે શું કરવું? અમે ( શ્રી દેવસર તપાગસંઘ) તે “કૃ વ તથા ” આ સૂચન મુજબ જ્યારે જ્યારે ટી૫ણુમાં બે પર્વતિથિઓ આવે છે ત્યારે ઉત્તરતિથિને જ પર્વતિથિ માનીએ છીએ, અને ઉત્તરતિથિનું પર્વતિથિ રૂપે આરાધના કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524