________________
આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના
૨૧૭
અનુસાર બીજી તિથિને જ પર્વતિથિ તરીકે રવીકારી છે. હવે જ્યારે બીજીને જ પર્વતિથિ માની ત્યારે પૂર્વની તિથિ આપોઆપ અપર્વ થઈ જતી હેવાથી ટીમાણાની બે દશ વખતે આપોઆપ બે તેરશ જ થાય છે. અને તેથી જ
શ્રી દેવસૂર તપાગચ્છની આચરણથી શ્રી સંઘમાં ટીપણુની પર્વતિથિની વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિનીજ વૃદ્ધિ કરાય છે તે તદ્દન વ્યાજબીજ છે. ટીપણાની પર્વતિથિની વૃદ્ધિને એમજ રહેવા દઈને જે તત્ત્વતરંગિણકારના આ સમાપ્તિના વચનથી ભ્રમિત થઈને બીજી તિથિને આરાધી લેવી એ અર્થ સાચેજ માનવા આગ્રહ હોય તે પ્રથમ શ્રી ઉમાસ્વાતિવાચક મહારાજને “ લકા તથા ને પ્રઘોષ શા માટે બનાવ પડે? તે વિચારવાની જરૂર છે. કારણકે ટિપણામાં તો બે પર્વતિથિ હતી જ પછી વળી ઉત્તરા કરવી એમ કહેવાની જરૂર જ શી પડી? અહીં ધ્યાનમાં રાખવાનું છે કે તવંતરંગિણીકારે આ વૃદ્ધાતિથિને પ્રસંગ જે ઉઠાવ્યો છે, તેને અર્થ એટલો જ છે કે ટિપ્પ
માં પર્વતિથિ વધે, કે ઘટે ત્યારે કઈ તિથિ માનવી? તે નક્કી કરવું અર્થાત્ તેમનો પ્રયાસ તે પર્વતિથિ ટિપણામાં વધે કે ઘટે ત્યારે કઈ પર્વતિથિ માનવી તેની વ્યવસ્થા કરવા માટે છે, નહિ કે ક્ષય કે વૃદ્ધિ વખતે પર્વ કે પર્વાનંતર પર્વ તિથિના ક્ષય કે વૃદ્ધિની આરાધનાની વ્યવસ્થા કરવા માટે છે. સુદ ૬ પેરા દર થી ૬૬ ની સમાલોચના. [ આ પુસ્તક પૃ. ૯૪-૯૭].
પૃ. ૨૨. [ પૃ. ૯૪]માં આગળ ઉપર મુદ્દો ૬ રજુ કર્યો છે કે –
આમાં તિથિક્ષય એટલે કે તિથિનાશ અને તિથિવૃદ્ધિ એટલે બે અવયવવાળી એક તિથિ કે ભિન્ન અવયવવાળી તિથિ.
તિથિક્ષય એટલે તિથિનાશજ એમ નહીં. કારણકે જ્યારે તિથિને ક્ષય ટીપણામાં આવે ત્યારે તે તિથિ કયારે માનવી તેની વ્યવસ્થા રાખવા જ હા coને પ્રઘોષ ઉમાસ્વાતિજીને કરવો પડે છે. યદિ તિથિક્ષયને અર્થ તિથિનાશજ કર હેત તે ક્ષણે પૂ. પ્રોષનું કામ જ ન હતું.
આવી જ રીતે વૃદ્ધાતિથિ એટલે એકજ તિથિના બે અવયવ નહિ, પરંતુ જુદીજ તિથિ છે. કારણકે જે તિથિ સૂર્યોદયને સ્પર્શે તે આખી એકજ તિથિ મનાય છે. યા તિથિ ઇતર પ્રત્યારથાનત્રાયાં ચા ના સંપૂણ રુતિઆ વાક્ય એજ સિદ્ધ કરે છે કે પ્રાતઃ પ્રત્યાખ્યાન સમયે હોય તે તિથિ જ સંપૂર્ણ અહાશત્ર મનાય. આથી સ્પષ્ટ છે કે હવે બે સૂર્યોદયને એક તિથિ સ્પશે તો તે જુદી જુદીજ ગણાય. આટલા માટે જ ટીપણામાં બે પર્વતિથિ આવી ત્યારે પહેલી તિથિને પર્વતિથિ તરીકે નથી માની. કારણકે સૂર્યોદય સમયે તે તેમાં (સિ. હાંતિ રીતે) અપર્વતિથિની જ ઘડી છે. અર્થાત ટીપ્પણામાં આવેલી બે આઠમ વખતે પહેલી આઠમે સૂર્યોદય સમયે સાતમની જ ઘડીયો છે. એટલે જ
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org