________________
૨૧૮
પર્વવ્યપદેરા મંતવ્ય ભેદ
બીજી આઠમ ઔદયિકી આઠમ મનાણી છે. અને તેથી (વાસ્તવિક આઠમ ઔદચિકી) તે બીજી આઠમજ વાસ્તવિક આઠમ છે એમ મનાયું છે અને એટલે જ કૃ થાય તો સૂત્ર મુજબ ટીપણાની બે આઠમમાં બીજી ઉત્તરાજ આઠમ માનવાની આજ્ઞા અપાયેલ છે. મુદા ૭-૮-૯ પેરા ૬૭-૭૨ ની સમાલોચના.
[ આ પુસ્તક પૃષ્ઠ ૭–૧૦૪] પૃ. ૨૩ પેરા ૫૮ (પૃષ્ઠ ૯૭ પેરા ૬૭) માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિ વિગેરે ત્રણે મુદ્દાના સમાધાનમાં જણાવવું રહે છે કે માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિની સમાનતા છે જ નહી. આ વાત હું આગળ જણાવી ગયો છું એટલે અહિં પિષ્ટપેષણ નથી કર્યું છતાંએ સંક્ષેપમાં જુઓ.
વૃદ્વિતિથિ પોતાનું નિયત કાર્ય કરવા અસમર્થ છે પણ બીજાનું કાર્ય કરવા શક્તિમાન છે તિથિની હાનિ વૃદ્ધિ અંગેનો નિયમ આપણને જેવી રીતે મળે છે તેવીજ રીતે માસની હાનિ વૃદ્ધિને કઈ નિયમપાઠ ઉપલબ્ધ નથી. છેજ નહિ. તેમજ બે માસ હોય ત્યારે પ્રથમ માસની ગણના નથી ગણી એ સાચું છે છતાં એ વષીતપ–માસીતપ છમાસી તપ વિગેરે તપમાં એ વૃદ્ધમાસને ભેળો જ ગણવે પડે છે. આ બધું વિચારતાં માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિની એકાન્ત સમાનતા નજ કહેવાય. એ વર્ગને તિથિને માસની જેમ “નપુંસક અને કાર્યમાં અસમર્થ છે. એમ બોલવું છે અને એ રીતે મનસ્વીપણે બે પર્વતિથિ બોલી આરાધનામાં તે બીજીને જ લેવી છે. માટે જ આ મુદ્દા ઉભા કર્યા છે.
ખરી રીતે આ ત્રણે મુદ્દાને એકમાંજ સમાવેશ થઈ શકે તેમ છે. એ વર્ગના પચીસ મુદામાં એવા મુદા ઘણું છે કે જેને આથી અડધા મુદ્દાઓમાં જરૂર સમાવેશ થઈ શકે તેમ છે. માત્ર લેખનું કલેવર વધારવા જ અસ્થાને મુદ્દા ઉભા કરેલા છે. તેમજ તેમણે આપેલા પાઠે પણ ખરતરગચ્છના જવાબ રૂપે છે. એટલે તે પાઠ અહિ ઉપયોગી કે મહત્વતાવાળા નથી. છેલ્લે એ વગે પૂનમ અમાસની વૃદ્ધિએ અને ભા. સુ. ૫ ની ટિપણની વૃદ્ધિએ સંવત્સરી પકુખી અને માસી આદિનું કર્તવ્ય શાસ્ત્ર વિરૂદ્ધજ જણાવ્યું છે. પરંતુ અમે તે દિવસે પહેલી પૂનમ કે પહેલી અમાસ કે પહેલી પંચમી કહેતા કે માનતા નથી અમે તો તેને ચાદશ અને ચોથ જ કરીને અને બોલીને તે તે તિથિનું પવનુષ્ઠાન આરાધીએ છીએ. ખરી રીતે અહીં દષાપત્તિ તેમને આવે છે. ભા. સુ. ૫માં ઉદય પંચમી પહેલાની એથે સંવત્સરી કરવાનું જણાવ્યું છે.
૧ તે વર્ગે પ્રથમ માસ જેમ નપુંસક છે તેમ ટિપ્પણાની તિથિ વૃદ્ધિ વખતે પ્રથમતિથિ નપુંસક છે એમ કહેવું છે પરંતુ ચૌમાસી અને વરસી ત૫ વખતે નપુંસક માસમાં તે તપ કરાય છે તેમ તિથિની વૃદ્ધિમાં પ્રથમ તિથિમાં તે તિથિ ભલે ઉપયોગી ન હોય પણ બીજી પર્વતિથિમાં ઉપયોગી છે તે વિચારવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org