________________
આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાલોચના
૧૬૩
સાહિત્યપ્રેમી મુનિવર્યશ્રી પૂણ્યવિજયજી પાસે છે તેમાં પણ ચોકખું લખાણ છે કે-પૂનમના લયે બારસ તેરસ ભેગા કરવા એટલે બારસને બીજે દિવસે ચાદશ અને તેને બીજે દિવસે પૂનમ કરવી.)
વળી સં. ૧૮૭૧ માં વડોદરાથી પંડિત શ્રી દીપવિજયજીએ જે કહાનમ પ્રગણુના સાધુઓ ઉપર કાગળ લખ્યો છે (અને જે કાગળની નક્કલ આચાર્યશ્રી વિજયઉદયસૂરિજી પાસે વિદ્યમાન છે તથા જેને કેટલોક ભાગ શાસ્ત્રીય પૂરાવાની ચોપડીમાં છપાયેલ પણ છે. તેમાં પણ સ્પષ્ટ જણાવે છે કે-“અમાવાશ્યા કે પૂનમ તૂટતી હોય ત્યારે શ્રીદેવસૂરગ૭વાળા તેરશને ઘટાડે છે” આ બધી વસ્તુને જોનાર જાણનાર અને માનનાર મનુષ્ય કોઈ દિવસ પણ એમ ન કહી શકે કે-શ્રી તપાગચ્છવાળાએ પૂનમ-અમાવાસ્યાના ક્ષયે ચોદશ પૂનમ કે ચૌદશ અમાવાસ્યાને એક જ દિવસે ભેગા કરીને માનતા હતા.
(૨) એ વર્ગ પોતાના લખાણને ભાવ લખતાં એમ કબુલે છે કે–પૂનમને દિવસે પાક્ષિકનું અનુષ્ઠાન ખરતર કરે છે, તે પણ તેને ચાદશના અનુષ્ઠાનના લેપની આપત્તિ ગ્રન્થકાર પૂનમ માનવાને લીધે આપે છે. તો પછી એ વર્ગ અષ્ટમી અને ચતુર્દશી આદિના ક્ષયની વખતે સાતમ અને તેરશની ઉદયતિથિ (અહેરાત્ર) માની જે અષ્ટમી અને ચતુર્દશીની આરાધના કરે તો પણ અષ્ટમી અને ચતુર્દશી આદિ પર્વતિથિઓ (તે દિવસે ચોવીસે કલાક સંજ્ઞા આપીને) નહિ માનેલી હોવાથી પિતાને અષ્ટમી અને ચતુર્દશી આદિના અનુષ્ઠાનની પની આપત્તિ, વિનાશા જ નાધેયં (તિથિરૂ૫ આધાર વિના આરાધનારૂપ આધેય નહીં)ની માફક કેમ ન સુઝી?
વળી જેમ તે દિવસે અહોરાત્રની પૂનમ માનેલી હોવાથી પોતાની માન્યતાની અપેક્ષાએ પણ ખરતરે જે મૃષાવાદી થાય છે, તે પછી જેઓ આઠમના ક્ષયે સાતમ આદિ માની તે તે સાતમમાં આઠમ આદિની આરાધના કરે તેઓ તે દેષથી કેમ છટકતા હશે? તે કહેવું મુશ્કેલ છે.
૧ દીપવિજયજીના કાગળની નકલનો કેટલોક ભાગ અહીં આપીએ છીએ.
स्वस्त श्री भरूअच, सुरत कहानम परगणे श्री विजयनन्दसूरिंगच्छिया समस्त संप्रदाय प्रति श्री बडोदरेथी लि. पं. दीपविजयना वंदना. बीजु तिथि बाबतः तमारो खेपीयो आव्यो हतो ते साये पत्र मोकल्युं ते पहोतु हस्यै ( वी.। अमांस पून्यम त्रुटती हई ते उपर देवरिजी वाला तेरस घटाडे छे तमे पडवे घटाडो छो । ए तमारे कजीओ.
૨ પૃષ્ઠ ૬૫ પેરા ૩૦ ની સમાલોચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org