________________
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના
૧૭ પૂનમ” એમ રહી શકે જ નહિં. પહેલી પૂનમ એમ કહીને પૂનમ માનવી અને તે આરાધવા લાયક નથી એમ બોલવું એ તે “હું મુગે છું” એવું બોલનારની માફક વેલો ચાયત ગણાય.
આગળ એજ પેરા ના પેટા પિરા ૮ માં એવર્ગ તેવી અમારી માન્યતા હોવાનું જણાવીને અમને લખે છે કે
પૂનમની વૃદ્ધિને બદલે તેરશની વૃદ્ધિ કરવી જોઈએ અને તેમ કરીને ઉદયતિથિરૂપે પ્રાપ્ત થયેલી ચૌદશને બીજી તેરશ બનાવી પ્રથમ પૂર્ણિમાને ચૌદશ બનાવી પ્રથમા પૂર્ણિમાએ ચૌદશની અને દ્વિતીયા પૂર્ણિમાએ પૂનમની આરાધના કરવી જોઈએ. [૫.૪ ૫. ૩]
આ વસ્તુ પણ એ વગે અમારે નામે બેટી રીતે રજૂ કરી છે. ખરી રીતે જૈનશાસ્ત્રોમાં અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અને અમાવાસ્યા એ ચારે તિથિઓ ચતુખેવી ગણાય છે. અને તે ફરજીયાત આરાધનીય છે. એ કારણથી એની જેમ હાનિ શાસ્ત્રકારોએ ન માનવાની હોવાથી જૂથ તિથિ એવું વિધાન કરીને પહેલાની અપર્વતિથિની સંજ્ઞા ખસેડીને તેને જેમ પર્વતથિની સંજ્ઞા આપવામાં આવી અને પરિસંખ્યાન જાળવ્યું, તેવી જ રીતે ટિપ્પણની વૃદ્ધિ વખતે પણ ઉત્તરની તિથિનેજ પર્વતિથિ માનીને શાસ્ત્રકારોએ પર્વતિથિનું પરિસંખ્યાન જાળવ્યું છે.
વૃદ્ધિવખતે થતી આરાધનાની અધિકતા શાસ્ત્રકારેને અનિષ્ટ નથી. કેમકે શાસ્ત્રકારે આરાધનાને તે સર્વકાળ કર્તવ્ય તરીકે માને છે. અર્થાત શાસ્ત્રકારોને ફરજિયાત પર્વતિથિની અધિકતા ઈષ્ટ નથી માટેજ શાસ્ત્રકારોને ટિપ્પણુની પર્વ તિથિની હાનિ વખતે ક્ષયે પૂ. ના વિધાનની માફક વૃદ્ધિની વખતે ફૂલી જાય તો એવું નિયમવાક્ય પણ કહેવું પડયું છે. તેને અર્થ એ થાય કે ટિપ્પણમાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ટિપ્પણની બીજી તિથિને જ પર્વતિથિપણે કહેવી, આમ બને એટલે પૂર્વની તિથિ આપોઆપ અપર્વ બની જાય છે.
આજ કારણથી આ૦ શ્રી હીરસૂરિજીએ તથા આ. શ્રી વિજયસેનસૂરિજીએ અષ્ટમી એકાદશી પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિ વખતે ટિપ્પણામાં બે તિથિએ સૂર્ય ઉદય હોવાથી અને તિથિઓ ઔદયિકી બને છતાં તિથિસંજ્ઞાના કારણભૂત એવો ઉદયમાર્ગ બીજી તિથિમાંજ ગણને ટિપ્પણાની તે બીજા દિવસની તિથિનેજ ઔદયિકી પર્વતિથિ તરીકે વ્યવહાર કરવાનું જણાવ્યું છે. એ વર્ષે પોતાના મુદ્દાઓમાં અનેક જગે પર એ વાત જણાવી છે કે-“ઉદયને ફરસવાવાળી તિથિની સંજ્ઞા આબે દિવસ રહે” અને એ માન્યતાનુસાર ટિપ્પણની વૃદ્ધિતિથિ વખતે તે વર્ગ પહેલી તિથિને પણ જે પર્વતિથિ કહે છે તે શ્રી હીરસૂરિજી અને શ્રી સેનસૂરિજી મહારાજના વચન અનુસાર વૃદ્ધિ વખતે પહેલા દિવસને ઉદયજ તેતિથિના ઉદય તરીકે પ્રમાણુ ગણવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org