________________
૨૦૭
આ, અમચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના વળે અપર્વતિથિની સંજ્ઞાને વ્યવહાર કરવો જોઈએ. તે દરેક વાત ઉડાવવા માટે જ તેમને આ પ્રયત્ન છે : - હવે આગળ ઉપર પંચાંગમાં બે પૂર્ણિમા આવે ત્યારે પહેલી પૂર્ણિમાને શાસ્ત્રકારોએ જણાવેલી પર્વતિથિઓનું પરિસંખ્યાન જાળવવા માટે ચિદશ માનનાર અમારા શાસ્ત્રીય પક્ષને (શ્રી વિજયદેવસૂર સંઘને) એ વર્ગ દોષ આપે છે. પરંતુ એ દેષો આપતા પહેલાં તેમણે નીચેના મુદ્દાઓને શાસ્ત્રીય પ્રમાણેથી જવાબ આપ જોઈતું હતું.
૧. જૈનશાસ્ત્રમાં વિધાન છે કે આરાધનામાં પર્વતિથિ ન વધે કે ઘટે. જુઓ પાઠ પ્રથમતો તૈનાતમનુણા પાક પર્વતિથિને દોય ન જ વધતે (શાસ્ત્રીય પુરાવા પૃષ્ઠ પ).
૨. શ્રી વિજય દેવસૂર પદકની આજ્ઞા છે કે પૂનમ વધે ત્યારે તેરશ વધારે.
૩. સંવત ૧૬૬પ ના ખરતરગચ્છના ઉત્સવ ખંડનમાં જણાવ્યું છે કે પૂનમ વધે છે ત્યારે પહેલી પૂર્ણિમાએ ચૌદશ કેમ કરે છે?”
આ ઉપરથી સિદ્ધ થયું કે પૂનમ વધે ત્યારે શ્રી વિજયદેવસૂર ગચછવાળા તેરશ વધારીને ટિપણુની પહેલી પૂનમે ચૌદશ (ખિ) કરતા હતા.
જૈન શાસ્ત્રાધારે જ્યારે કેઈ પણ તિથિ વધતી જ નથી ત્યારે પંચાંગમાં આવેલી પહેલી પૂનમે અમે ચાદશ કરીએ છીએ તેનું મુખ્ય કારણ જૈન ગણિત પ્રમાણે પહેલી પૂર્ણિમાએ સૂર્યોદય સમયે ચતુર્દશીની જ ઘડીઓ છે. જેને શાસ્ત્ર પ્રમાણે તિથિ ૬૧-૬૨ હોય. જો એમજ છે તો જ્યારે ટિપ્પણુમાં વૃદ્ધિ તિથિ ૬૪ યા ૬૫ ઘડીની થાય છે ત્યારે તે વધારાની ત્રણ ઘડી આવી કયાંથી? તે તે પૂર્વની તિથિની ઘડીઓ આવી છે. પહેલી પૂર્ણિમાએ તેની પહેલાંની તિથિ ચિદશની ઘડીઓની અધિકતાથી બનેલી છે એટલે સૂર્યોદય સમયની બેથી ત્રણ ઘડી ચાદશની જ છે. એવી રીતે ચોદશમાં પણ તેરશની ઘડીઓ વધી છે માટે બે તેરશ કરી છે તે યુક્ત છે. પર્વતિથિની સંખ્યા નિયત હોવાથી તેની રક્ષા માટે ગણિતને આધારે થએલા પંચાંગમાં ફેરફાર કરવો પડે છે. એટલે આ પ્રમાણે તે અમને નથી તે કોઈ પર્વલેપને દોષ આવત કે નથી તે કઈ મૃષાવાદને કે દત્તાજંલિને દોષ આવતે.
પિરા ૧૮-૧૯-૨૦ ની સમાલોચના.
૧૮–૧–૨૦ આ ત્રણે પિરામાં તત્વતરંગિણીને હવાલે આપે છે પણ આ ગ્રંથના પાઠ તેમના પક્ષને સિદ્ધ નથી કરતા.
૧. “શોધન આ પાઠ તે ખરતરગચ્છને ઉદ્દેશોને છે. ખરતરે ચાદશના ક્ષયે પૂર્ણિમાએ પૂનમ માનીને ચૈદશ કરતા તે ઠીક નથી એમ કહેવાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org