________________
૨૦૬
પવધ્યપદેશ મંતવ્ય લેહ વિજયાદશમી વગેરે પર્વો લેવા પડે. અને વિજયાદશમીનો ક્ષય હોય ત્યારે લેકે પણ આ નવા વર્ગની જેમ “નવમી વિજયાદશમી ? એમ ભેગી નહિ કહેતાં આખો દિવસ જેમ વિજયાદશમીજ ગણે છે, તેમ આ નવા વગે પણ પતિથિને સ્વતંત્ર બલવી જોઈએ. જે તેમ ન બોલે તે “લેકવ્યવહાર' કે જેનું શ્રી રત્નશેખરસૂરિજીએ આલંબન લીધું છે તેને પણ તે વર્ગ સમજ નથી, એમ માન્યા સિવાય ચાલે નહિ. એમ એ વર્ગ ન માનીને ક્ષય વૃદ્ધિ વખતે પણ ઉદયનીજ તિથિ માનવાની વાત કર્યા કરે છે, તેવા સૂર્યોદય વ્યવહારવાળે તે વગજ વાસ્તવિક રીતે ક્ષય-વૃદ્ધિ પ્રસંગે આરેપિત તિથિઓ માને છે, અને શ્રી દેવસૂર તપાગચ્છવાળાઓને આરેપિત તિથિ માનવાને જુઠે આરેપ કરે છે.
પેરા ૧૩ની સમાલોચના
પિરા ૧૩ નું લખાણ ઉપયોગી નથી. આગળને સંબંધ તેમાં જોડવામાં આવ્યો નથી. કારણકે તેજ ધર્મ સંગ્રહ નામના ગ્રન્થમાં આગળ ક્ષયે પૂર્વનું જે લખાયું છે તે પર્વતિથિના ક્ષય વૃદ્ધિ વખતે વ્યવસ્થા કરનાર છે અને તે અપવાદ હોવાથી પૂર્ણ કરતાં બળવાન છે. આથી પાઠ રજુ કરવા છતાં એ વર્ગ ધર્મ સંગ્રહમાં જણાવેલ વસ્તુનું પિતાને અજ્ઞાન હોવાનું સૂચવે છે.
પેરા ૧૪-૧૫ અને ૧૬ ની સમાલોચના. પૃષ્ટ ૯ [આ પુસ્તક પૃષ્ઠ ૪૪] પેરા ૧૪-૧૫-૧૬ આ પેરેગ્રા મુજબ
જે દિવસે જે તિથિનો ભોગવટે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામતે હેય અગર સમાપ્તિને ન પામતો હોય તે પણ તે તિથિ હેવાનું માનવું જ જોઈએ. [મૃ. ૪૪. પં. ૧૨]
ખરીરીતે આ વાતના સમર્થનમાં તેમણે એક પણ શાસ્ત્રીય પાઠ આપે નથી. પોતે જે વસ્તુનું વિધાન કરે છે તે કયા પ્રમાણથી કરે છે? તે આપવુંજ જોઈએ. એ વર્ગ માત્ર શબ્દથી બોલે છે પણ પ્રમાણ આપતું નથી. વિજયદેવસૂર તપાગચ્છનું કે તેનાથી પ્રાચીન કેઈ પણ શાસ્ત્રનું પ્રમાણ તેમના સમર્થનમાં તેઓ આપે એ જરૂરી છે.
પેરા ૧૭ની સમાલોચના.
પેર ૧૭ “જે દિવસે ” વગેરે છે. ત્યાં જે ઉદયતિથિ તેમને માન્ય હોય તે પંચાંગમાં જે પર્વતિથિની વૃદ્ધિ આવે છે તેને બે માની બે પર્વતિથિ તરીકે આરાધવી જોઈએ. એ વર્ગ આવી રીતે નથી કરતે તે ઉચિત નથી. બે પૂનમ હોય ત્યારે પહેલી પૂનમ ઉદયમાં છેજ અને તે તિથિની અપેક્ષાએ ઉદય ભેગવટે અને સમાપ્તિ છે તો તે કેમ નથી માનતા? તેમજ પર્વતિથિના ક્ષયની વખતે પણ પર્વતિથિની આરાધના પૂર્વ તિથિમાં કરવી ન જોઈએ પણ ખરી રીતે ઉદયતિથિની માન્યતાવાળા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org