________________
આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠોની સમાલોચના.
વળી જે પૂર્વ તિથિ ય એ પદ્યાદ્ધથી “પર્વતિથિના ક્ષયનું સ્થાન પૂરવા માટે પૂર્વની અપર્વ તિથિનું સ્થાન ન લેવું અને તેને “અપર્વ તિથિમાં આરાધના કરવી એવો અર્થ કરવામાં આવે તો તેમાં તિથિઃ એ શબ્દ પ્રથમા છે તે જ પર તિથૌ એમ સપ્તમી કરવાની અજ્ઞાનતા આવવા સાથે તિથિશ્ચ૦ વડે કરીને શ્રાદ્ધવિધિમાં શરૂ કરેલું તિથિ પ્રકરણ પણ બાધિત થાય, તે વાત ઓછી વિચારવા જેવી નથી. યાદ રાખવું કે પર્વતિથિને ટીપણુમાં ક્ષય હોય ત્યારે
પહેલી અપર્વ તિથિનો ક્ષય કરવો એ આ ક્ષે પૂર્વા પાદને વાક્યર્થ છે, એમ કેઈપણ કહે નહિં પરંતુ તાત્પર્યાથે જરૂર એ આવે કે-પૂર્વની અપર્વતથિની “સંજ્ઞા એટલે “વ્યવહાર ઉડી જવાથી તે પૂર્વની અપર્વતિથિના ક્ષયને જ વ્યવહાર થાય,
વૃદ્ધો ગ્રાહ્ય રથોત્તર એ પાઠને અર્થ પણ પર્વતિથિની વૃદ્ધિ હોય તે તે પર્વતિથિથી આગળની તિથિ લેવી, એ અર્થ તો અણસમજુ કરે પરંતુ શાસ્ત્ર અને પરંપરા સમજનારા વિજ્ઞ પુરૂષો તે ટીપણુમાં આવેલી પર્વતિથિની વૃદ્ધિ વખતે બીજી તિથિને જ પતિથિ તરીકે કહેવી એ અર્થ કરે છે.
તત્ત્વ એ છે કે–શાસનને અનુસરનારા બુદ્ધિમાને તો પહેલા વાક્યને અપ્રાપ્ત વિધાન કરનાર ગણુને વિધિવાક્ય તરીકે ગણે અને બીજાપાદને સિદ્ધ છતાં આરંભ કરવાથી નિયમવાકય ગણે અને તેથી જ ક્ષેત્રે પૂર્વ પ્રષના આખાય પૂર્વાદ્ધથી ટીપણામાં આવતા પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વ તિથિમાં ૨૪ કલાક માટે પર્વતિથિનું વિધાન અને ટીપણામાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજા દિવસે જ ચાવીસ કલાક માટે પર્વતિથિપણને નિયમ ગણે છે અને તે જ વાત તવતરંગિણમાં ટીકાકારે સ્પષ્ટ શબ્દોમાં “ચદશના ક્ષયે તેરશનું નામ લેવાને અભાવ અને ચાદશ જ કહેવાનું થાય છે. એમ કહીને સ્પષ્ટ કરી છે.
જૈનધર્મને અનુસરતે કોઈપણ મનુષ્ય અજ્ઞાનતાથી કદાચ અવળે માગે ચઢી જાય તે અસંભવિત નથી. પરંતુ જેના હૃદયમાં વાસ્તવિક રીતિએ જૈનધર્મ વચ્ચે હોય તે જાણીબુજીને તે માર્ગથી વિપરીત બેલે જ નહિ. પરંતુ દુષમકાળના પ્રભાવે એથી વિચિત્ર વર્તન દેખાય તો શાસનપ્રેમીઓને તે ખરેખર ધૃણા જ થાય.
વસ્તુ એ છે કે-જે ગ્રન્થમાંથી અને જે ગાથાના વિવરણમાંથી આ પાઠ એ વર્ગ તરફથી આપવામાં આવ્યા છે, તે શ્રી તત્ત્વતરંગિણી ગ્રન્થ અને વિવરણમાંજ શાકારે આપેલે ખુલાસે નવુ તિથિવીવાસ્થતિથિતિરકવાયો
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org