________________
આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠાની સમાલોચના
(એમ કાર્તિક પૂનમને ક્ષય હોય ત્યારે ટીપણામાં તે ક્ષીણ પૂનમના સવારના પડિક્કમણાને સૂર્યોદય પહેલાનો વખત પૂર્ણિમાનો હેય નહિ, એટલે તે વખતે અગર તેની નજીકના વખતને પૂનમ માનીને પૂનમની યાત્રા કરનારે લૌકિક પંચાંગને માને છે એમ કહી શકાય નહીં.)
વળી શ્રી દેવસૂર તપાગચ્છવાળાએ તે પૂર્ણિમાના ક્ષયે તેરસને ક્ષય કરતા હોવાથી તેઓએ તે આ મુદ્દાને આકાશકુસુમ જેવોજ ગણે છે, પરંતુ એ નવા વર્ગને દરેક વર્ષે ચોમાસી પડિકમણું કર્યા પછી કરાતી પૂનમની જે યાત્રા તે પિતાના નવા માર્ગને લીધે માસી પ્રતિક્રમણ કર્યા પહેલાં જ કરવી પડે. વાસ્તવિક રીતિએ તે આ મુદ્દાને અને ચાલુ ચર્ચાને કંઈજ સંબંધ નથી.
પર્વતિથિની સંજ્ઞાને અંગે શાસ્ત્રકારોએ પ્રભાતનાં પચ્ચખાણને વખતજ સૂર્યને સ્પર્શનારે લીધો છે. હવે જે સંજ્ઞાને અંગે ઉદય–ભેગ અને સમાપ્તિએ ત્રણ લેવામાં આવે તે અપર્વના ઉદયે પર્વ ન થઈ શકે અને તે દિવસે જે પર્વતિથિને અંગે ભેગ અને સમાપ્તિની બળવત્તરતા ગણવામાં આવે તે પર્વનન્તર અપર્વ તિથિના ક્ષયની વખતે પર્વતિથિના ક્ષયનીજ આપત્તિ થાય અને જે જે પૂર્વાના વચનને આગળ કરવામાં આવે તો પછી ક્ષય-વૃદ્ધિ વખતે આચાર્ય ભગવન્તના વચને અને તેમની પરંપરાને જ આગળ કરવાનું તત્વ રહે. જો તેમ થાય તે પછી કઈ સદીઓથી ચાલતી પરંપરા પ્રમાણે પર્વ તિથિ કે પર્વનન્તર પર્વતિથિના હાનિ-વૃદ્ધિના પ્રસંગે જે પૂર્વ કે પૂર્વતર અપર્વ-તિથિની હાનિ-વૃદ્ધિ કરાય છે તે સ્વરસથી કબુલ કરવી જોઈએ.
મુસદામાં તિથિ સંશા નક્કી કરવાનું જણાવાયું છે અને મતભેદ પણ તિથિસંજ્ઞાને અગે છે. તિથિદિન અને આરાધનાને અંગે મતભેદ જ ક્યાં છે?
ઉપસંહાર પર્વતિથિની હાનિ-વૃદ્ધિ માનનારાઓએ તેમની માન્યતા મુજબ (મોકલેલ પુરાવાથી) નીચેના મુદ્દા સાબિત કરવા ઘટે છતાં સાબીત કર્યા નથી. ૧ શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારી કરનારાઓ, ટીપ્પણમાં જ્યારે પર્વતિથિની હાનિવૃદ્ધિ હોય ત્યારે પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ નથી
કરતા અને તા કરતા. ૨ પોતે શ્રી દેવસૂરની સામાચારી કરનારી પરંપરામાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org