________________
૧૫
પર્વવ્યપદેશ મંતવ્યભેદ.
સમાલોચના-પર્વતિથિએ આયુષ્યના બંધને નિયમ જૈન જ્યોતિન્ના પ્રચાર વખતે ગણાયો હોય તે પ્રાચિક છે અને તે મૂળ શાસ્ત્રોમાં ઉલેખિત નથી,
પરભવનું આયુષ્ય બાધવા સંબંધી ફરમાન કરનારા જ્ઞાની પુરૂષની વખતે કોઈપણ તિથિનીજ વૃદ્ધિ થતી ન હતી તે પર્વતિથિની વૃદ્ધિ તો થાય જ કયાંથી? હાયજ ક્યાંથી ? અને જે એમ હોય તો પછી આયુષ્યને બહાને સાચા વિષયને મરડી નાંખનારા આવા મુદ્દાથી ફાયદો પણ શું ?
બીજ વિગેરે પાંચ પર્વતિથિએ પ્રથમ તો આયુષ્યબંધ પ્રાયિક છે. તે પાંચ પર્વતિથિએ સિવાય આયુષ્યબંધ નથી એવું એક પણ શાસ્ત્રવચન નથી. વળી આગમોક્ત વચન તે અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા માટેજ છે, અને ફરજીયાત આરાધના પણ તેનીજ છે, તે ચારે તિથિઓ ફરજીયાત આરાધ્ય દેવાથીજ તેનાં ફળને જણાવવાની જરૂર ન પડી, બીજ વિગેરે તિથિઓ આરાધનામાં વિવાદસ્થાન હોવાથી તેના ફળને જણાવવાની શાસ્ત્રકારોને ફરજ પડી છે.
શ્રાદ્ધવિધિ વિગેરેમાં સ્પષ્ટ શબ્દથી પૂર્ણિમા અને અમાવા સ્યાને પણ તે તિથિઓની સાથેજ પર્વમાં જોડેલી છે. અને પૂર્ણિમા વિગેરેમાં આરાધન ન કરવાથી પ્રાયશ્ચિત જણાવ્યું છે. તેવું બીજ વિગેરે તિથિઓમાં આરાધના ન કરાય તે પ્રાયશ્ચિત્ત છેજ નહિ.
મુદ્દો ૨૨–તિથિદિન, માસ અને વર્ષ આદિના નિર્ણયને માટે જેન ટિપ્પનક વ્યવચ્છિન્ન થવાના કારણે સેંકડો વર્ષો થયા લૌકિક પંચાંગજ મનાય છે અને તે માટે હાલ પણ આપણે લૌકિક પંચાંગજ માનવું જોઇએ, એવું ફરમાન છે કે નહિ? આ મુદ્દો ર૩–અમુક દિવસે અમુક તિથિ, ઉદયતિથિ, ક્ષયતિથિ કે વૃદ્ધિતિથિ છે: એ વિગેરેના નિર્ણયને માટે હાલ શ્રી જૈન શાસનમાં “ચંડાશુચંડ” નામનું લૌકિક પંચાંગજ આધારભૂત મનાય છે કે નહિ?
સમાલોચના–તથિના નિર્ણય માટે સંસ્કાર પૂર્વકજ “ચંડાં ચંડ આજે મનાય છે.
* તિથિઓ આદિ માનવા પૂર્વક પર્વતિથિની હાની-વૃદ્ધિ વખતે જૈનશાસ્ત્ર પ્રમાણે સંસ્કાર કરીને ટિપણુની ક્ષીણ અને વૃદ્ધિ તિથિને સંજ્ઞા આપીને નક્કી કરવા માટે ૬૦-૭૦ વર્ષથી “ચંડાશુ ચંડ મનાય છે, તે પહેલાંના પૂર્વકાળમાં બીજાંજ લૌકિક પંચાંગ એ માટે મનાતાં હતાં. - તિષ ગણિત પ્રમાણે જ જે પર્વતિથિ માનવાની હોત તો “યંમિ કા તિ
ક્ષો પૂર્વા વૃદ્ધ...તોત્તfro’ વિગેરે નિયમો શાસકારેને કરવા પડતજ નહિં. લૌકિક પણ તથવિધ વેગે સપ્તમીને અમી તરીકે અને દેશમીને એકાદશી તરીકે કહે છે અને આરાધ છે ! જેમકે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org