________________
૧૫૭
આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠેની સમાચના
*(ગ) નr (fમાક્ષરે માતા આ સિરિતિ ચેતા)
એ અવયવથી જે શંકા શરૂ કરવામાં આવે તે શંકા શા કારણથી કરવામાં આવી છે? એ વસ્તુને એ વર્ગ વિચારે એ ઘણું જરૂરી છે. સામાન્ય નિયમ છે કે-“ચા થા ફ ત ા ના પૂર્વથ પરિ” અર્થાત્ જે કાંઈ પણ શંકા કરવામાં આવે તે પહેલાના વિધિ નિષેધ વિકલ્પ કે નિયમાદિ ઉપરજ હોય એટલે આ શંકાની પહેલાને પાઠ એવો છે કે
कि किमप्यष्टम्या रहोवृत्या समर्पितं यन्नष्टाऽप्यष्टमी परावृत्त्याभिमन्यते, पाक्षिकेण च किमपराद्धं यत्तस्य नामापि न सह्यते इति (तत्त्वतरंगिणी. मु० पृ. ५).
શાસ્ત્રકાર ખરતરગચ્છવાળાઓને કહે છે કે “આઠમની પર્વ તિથિએ તમને શું ખાનગીપણે (લાંચ તરીકે) કંઈ આપ્યું છે, કે જેથી ક્ષય પામેલી અષ્ટમીને (સાતમનું) પલટાવવું કરીને પણ માને છે ? (અને જે ત્યાં ફેરવીને પણ ક્ષીણ પર્વતિથિ માને છે, તો પછી પાક્ષિક એટલે ચાદરો તમારે અપરાધ કર્યો છે કે જેથી તેનું (ચૌદશનું નામ પણ સહન કરતા નથી ?” - આ વસ્તુ જે એ વર્ગ વિચારે તે તેને પણ માલમ પડે કે શાસ્ત્રકાર પર્વતિથિના ક્ષય વખતે પર્વતિથિને ક્ષીણ માનીને એકલી આરાધનાને વળગતા જ નથી. અર્થાત્ એવા વખતે શાસ્ત્રકારે પ્રથમ તે પર્વતિથિ જ નક્કી કરે છે.
કેમકે ખરતર ચૌદશના ક્ષયે પૂનમે, પૂનમને દિવસે ચતુર્દશીનું કર્તવ્ય જે પાક્ષિક પ્રતિકમણાદિ આરાધના છે તેને તે તેઓ કરેજ છે. માત્ર તે દિવસે ચતુર્દશીની આરાધના કર્યા છતાં તે દિવસને ખરતરે ચાદશ નહિ માનતાં પૂનમ માને છે, તેનેજ શાસ્ત્રકારે અત્ર વિરોધ ઉઠાવ્યા છે, ' અર્થાત ક્ષીણ ચતુર્દશી વખતે ખરતરે તેરસને બીજે દિવસે જ પૂનમ માનીને તે પૂનમને દિવસે ચિદશની આરાધના કરે છે. અને તેરસ અને પૂનમ વચ્ચેની ચાદશ પર્વતિથિને ઉડાવી દે છે તેને જ વાંધો ઉઠાવ્યા છે.
આ વાત સંપૂર્ણતયા લક્ષમાં લઈને એ વિશે વિચારવું જોઈએ કે તિથિની ક્ષયવૃદ્ધિ વખતે પણ શાસ્ત્રકારનું ધ્યેય પ્રથમ પર્વતિથિજ નક્કી કરવા ઉપર છે. કારણકે તેને અંગેજ આરાધનાનો નિયમ છે.
આ વસ્તુ ભૂલીને એ વર્ગ તે તિથિના નિયમને ખસેડે છે અને આરાધનાના ૧. આ પાઠ ખૂબ જ વિચારણીય હોવાથી તેનું સવિસ્તર વિવરણ આપ્યું છે. માં શંકાના ઉત્થાનની પૂર્વભૂમિકા છે. ૩માં તત્ત્વતરંગિણીની શંકાનું સ્વરૂપ સમજાવ્યું છે. માં આ શંકા દેવસૂરસમાચારીને પિષક જ છે. તેને માટે બીજા પ્રત્યેના આધાર આપ્યા છે, માં તપાગચ્છની માન્યતાને ઉપસંહાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org