________________
આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપના
૧૫૧
રોહિણીનો મધ્યરાત્રીયોગ હોય તે બીજે દિવસે ઉદયયુક્ત અષ્ટમી હોવા છતાં પણ સાતમના દિવસે અષ્ટમી કહે છે અને આરાધે છે.
મુદ્દો રઠ--પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી, અને ભાદરવા શુદ પાંચમના કરતાં ભા. શુદ ચોથે એ પ્રધાન પર્વતિથિ છે કે નહિ ?
સમાલોચના–ચતુર્દશી અને ચેથ સ્વસ્થાને અધિક છતાં પૂર્ણિમા વિગેરેનાં બાધને સહન કરી શકે નહિ.
“ફરજીયાત તિથિઓમાં પ્રધાન અપ્રધાનપણું શાસ્ત્રકારેએ જણાવેલું છે, એ પ્રમાણે લેખ દેખાડ્યા સિવાય આ મુદ્દો વ્યર્થ છે. ફરજીઆત દરેક તિથિએમાં પ્રધાનપણું જ છે. ચઉદશ અને પૂણિમા આદિ ફરજીયાત તિથિઓના પણ અનુક્રમે ક્ષય વખતે એ વર્ગ ભેગ અને સમાપ્તિના બાને પૂર્વતિથિમાં તે તિથિને એક વખત આરાધે છે. અને એક વખત આરાધતો નથી. અર્થાત્ ચૌદશના ક્ષયે ઉદયયુક્ત તેરશ ઉભી રાખીને તે વર્ગ તે તેરશમાં ચઉદશ આરાધી લેવાનું કહે છે. અને પૂર્ણિમાના ક્ષય વખતે “એ ન્યાયે ચૌદશ ઉભી રાખીને ચૌદશે તે ક્ષીણુ પૂર્ણિમા આરાધવાને બદલે ઉદયયુકત ચૌદશમાં ચૌદશજ આરાધે છે. પૂર્ણિમાની તો એ વખતે આરાધનાજ કરતા નથી.
એ રીતે ટીપણાની ભા-શુ-૪ ના ક્ષયે પણ એ વર્ગ ઉદયયુક્ત ત્રીજમાં ચોથ માને છે અને કરે છે. છતાં ભાશુ-૫ ના ક્ષયે તે ઉદયયુક્ત ભા-શુ -૪ નુંજ તે દિવસે આરાધના કરે છે પાંચમના આરાધનને તે અંજલીજ આપે છે. - પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશીનું અને ભા. શુ. ૫ કરતાં ભા-શુ-૪ નું એ રીતે મનસ્વીપણેજ પ્રધાનપણું કહેનાર એ વર્ગ પૂનમ, અમાવાસ્યા અને ભા–શુ-૫ ના ક્ષયે એવી ફરજીયાત તિથિને અને તેના આરાધનને એવા વખતે જે ક્ષય કરી નાંખે છે તે ન કરે, અને તેની માન્યતા અનુસારની ક્ષય વખતે ભાગ અને સમાપ્તિવાળી જ તિથિ માનવાની વાતને અનુસરે તે સ્પષ્ટ છે, કે–એ વર્ગને ઉદયયુક્ત ચૌદશને દિવસે જ પૂણિમા કે અમાવાસ્યાને તથા ભા-શુ-૪ના દિવસે જ ભા-શુ-પ માનવી અને કરવી પડે. અને એમ થાય એટલે એ વર્ગને ચૌદશ અને ચોથ રૂપ કહેવાતી પ્રધાન તિથિઓ પૂર્વદિને કરવી પડે. અને એમ થાય એટલે એ વર્ગને તિથિઓને માટે પ્રધાન અપ્રધાનપણાની વાત સ્વયં પડતી મૂકીને આરાધકપણમાં આવીજ જવું પડે.
મુદ્દો-રપ કાર્તિક પૂર્ણિમાના ક્ષયે કાર્તિક પૂર્ણિમાની યાત્રા ચતુર્દશીના ઉદયવાળા દિવસે થાય કે અન્ય કેઈપણ દિવસે થાય?
સમાલોચના–કાર્તિકી પૂર્ણિમાની યાત્રા ટી૫ણુની પૂર્ણિમાના ક્ષયે તેરશે ચૌદશ કરીને તેને બીજે દીવસે કરવાની શાસ્ત્રાજ્ઞા છે.
આણસૂરગચ્છ, કે જે તપગચ્છની ચાલતી પરંપરાથી જુદા પડી પૂર્ણિમાની વૃદ્ધિએ પડવાની વૃદ્ધિ માનવા લાગ્યું હતું, તે પણ ટીપણાની તે પૂર્ણિમાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org