________________
બા. રામચંદ્રસૂરિજીના ૨૫ મુદ્દાઓની સમાલોચના.
૧૪૧
વવામાં આવે છે કે તે –“પૂર્વ તિથિ ' (તિથિza) એ પદે શાસ્ત્રને અનુસરતી સિધી બુદ્ધિએ વિચાર કરનારને તો સ્પષ્ટ સમજાય તેમ છે કે તે– ક્ષય પામેલી પર્વતિથિનું સ્થાન પૂરવા માટે જ પૂર્વ તિથિ: ર (તિથિr” એ પદે રચવાં પડે. એટલે સામૂદાયિક એ પદ્યાને અર્થ ન્યાયદષ્ટિએ એજ કરવું પડે કે જ્યારે પણ ટીપણામાં પર્વતિથિને ક્ષય હોવાથી પર્વતિથિ શન્યતાને પામે ત્યારે પહેલાંની તિથિને જ પર્વતિથિ પણે કહેવી અગર લેવી.
આ વાતનેજ અનુલક્ષીને શાસ્ત્રકારોએ “ક્ષીણ પર્વતિથિની પહેલાં જે અપર્વતિથિની ઉદયને લીધે આ અહેરાત્રી સંજ્ઞા હતી તેને અભાવ કરીને તે અપર્વતિથિના આખા દિવસને તે ક્ષીણ પર્વતિથિની સંજ્ઞા આપવી એમ કહેલું છે.
જેઓ અજ્ઞાન આદિ કોઈપણ કારણથી પૂર્વ તિથિઃ એ પદને અર્થ ‘પૂર્વની તિથિમાં” એવો કરે છે, અગર પૂર્વની તિથિમાં આરાધના કરવી” એવો અર્થ કરે છે–તેઓ ઉદયના અભાવે આવેલી પર્વતિથિની શૂન્યતાને અને પૂર્વ ના તિથિના અધિકારને સમજતા નથી એમ માનવું જોઈએ. અગર સમજ્યા છતાં કોઈ અગમ્ય કારણથી બીજી રીતે બોલે છે એમ ગણવું જોઈએ.
ક્ષો પૂર્વાના પાઠથી જ્યારે ઉદયના અભાવથી ક્ષીણ થયેલી પર્વતિથિને પણ પર્વતિથિની સંજ્ઞા આપીને ઉભી રાખવી એજ વાત શાસ્ત્રકારોને ઈષ્ટ છે. તે પછી તેમ સંસ્કાર કરીને તે ક્ષીણ પર્વતિથિનેજ ઉભી રાખવા જતાં તે ક્ષીણ પર્વતિથિની પૂર્વવતી પણ કદાચ કેઈ અપર્વને બદલે પર્વતિથિ હોય અને તે પૂર્વવતી પર્વતિથિજ નષ્ટ થઈ જતી હોય તો તેમ થવા દેવું એ તે શાચકારોને કોઈપણ વાતે ઈટ ન હોય એ તે સહજ છે.
એટલે પવનંતર પર્વના ક્ષયની વખતે જે પૂ. ને વિધિ-સંસ્કાર તેવા સ્થળે ફરી પણ પ્રવર્તાવજ પડે. અને તેથી શ્રી. દેવસૂરતપાગચ્છને સમગ્ર સંપ્રદાય પૂર્વનન્તર પર્વને ક્ષયની વખતે પૂર્વતર અપર્વતિથિને ક્ષય કરતે આવ્યો છે અને કરે છે, તે યુક્તિયુક્તજ છે. કારણકે એમ કરવાથીજ શાસકોએ ઈષ્ટ માનેલી એવી પર્વસંખ્યા ક્ષય-વૃદ્ધિ પ્રસંગે પણ નિયત રહે છે.
પૂર્ણિમા કે અમાવાસ્યા કે જે પર્વનન્તર પર્વતિથિઓ છે. તેના ક્ષયે ચૌદશ પૂનમ કે ચૌદશ અમાવાસ્યા એકઠી કરવાનું જે એ વર્ગ પાંચ સાત વર્ષથી પ્રવર્તાવેલું છે તે ચગ્ય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org