________________
- આ. રામચંદ્રસૂરિજીના ૨૫ મુદ્દાઓની સમાલોચના.
૧૩૯
પર્વતિથિ જ્યારે ઉદયને સ્પર્શનારી ન હોય ત્યારે તેનાથી પહેલાંની અપર્વતિથિમાં તે અપર્વતિથિની સંજ્ઞા રખાય જ નહિ, પરંતુ તે આખા અહોરાત્રને પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તે ક્ષીણું પર્વતિથિનીજ સંજ્ઞા અપાય, એવું શાસ્ત્રકારનું સ્પષ્ટ ફરમાન હોવાથી મિથ્યાત્વથી ડરવાવાળા અને માર્ગને માનવાવાળા સુો તે આરો૫, પર્વલેપ આદિ દોષમાં આવે જ નહિ, પરંતુ
વીશે કલાક એકજ ઉદયવાળી તિથિનો વ્યવહાર કરવાનું નિશ્ચિત છતાં અને તેમ માન્યા છતાં જેઓ ઉદય વગરની તિથિને ભેળવીને માને, તેઓ તે શાસ્ત્ર અને પિતાના વચનથી વિરૂદ્ધવાળા ગણવાને અંગે તે આરપાદિ દેમાં જરૂર આવે. ઉદયતિથિ માનનારાએ આઠમ આદિ દિવસે અમુક ઘડી બાદ નોમ વિગેરે બીજી તિથિ આવે તે પણ તે આખા અહોરાત્રને આઠમ આદિ તરીકે માનવામાં “પિતાનું શાસ્ત્રથી નિરપેક્ષપણું સ્વીકારવાની સાથે આપ વિગેરે દે પિતાને માટે કબુલ કરવા જ જોઈએ.
ભોગવટાને નામે કે સમાપ્તિના નામે તિથિને વ્યવહાર કરનારે ઉદયતિથિના સિદ્ધાંતને, પૂર્વ પુરૂષાના સંજ્ઞાનિદેશના વચનને તેમજ તેવી પરંપરાને માનેલજ નથી એમ કહેવું ખોટું નહિ ગણાય.
મુદ્દો ૩–પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે માનવામાં આવે તો તેથી વિનષ્ટકાર્યનું ભાવિકારણ માન્યાને દોષ પણ લાગે કે નહિ!
સમાલોચના પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે બીજા નામથી તિથિ તરીકે માની હોય અને બીજી તિથિનું કાર્ય થાય તે કારણુ કાર્યભાવનું અસંગતપણું થાય અને દોષ લાગે. અન્યથા નહિ.
સૂર્યોદયની વખતે અમુક ઘડી સુધી આઠમ વિગેરે તિથિ હેય અને પછી નોમ વિગેરે તિથિ બેસી જતી હોય છતાં તે નામ વિગેરેના ભોગવટાની વખતે આઠમ વિગેરે તિથિ માનનાર મનુષ્ય વિનિષ્ટ કાર્યનું ભાવિકારણ નોમને માને છે એમ નહિ. તેમજ ભવ્યત્વ, તથાભવ્યત્વ, ભવિતવ્યતા જેવા પદાર્થો કે દગ્ધદંડને પણ ઘટનું કારણ માનનાર જેનવર્ગ હોય છે. અને તે ભવ્યત્વ તથાભવ્યત્વ અને ભવિતવ્યતાને, “ભૂતકાલીન છે એમ માનવાને કઈપણ જૈન તૈયાર થઈ શકે નહિં.
વળી જેઓ ચતુર્દશી તિથિ અને પાક્ષિક (પૂર્ણિમા) એકરૂપે માને તેઓ વિનષ્ટ કાર્ય અને ભાવિ કારણ જેવા શબ્દો લગાડી શકે.
પરંતુ જેઓ પર્વની પૃથક્ પૃથક વ્યવસ્થા કરીને આરાધનાનું પર્વ કત્તવ્ય માને છે તેવા સુને તો નષ્ટ કાર્ય પણ નથી અને ભવિષ્યની કારણતા પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org