________________
પરપક્ષ ખંડન
[ આચાર્ય રામચંદ્રસૂરિજી મહારાજના મૂળ પચીસ મુદાની પૂ.
આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે કરેલ સમાલોચના. ] આરાધનામાં પર્વતિથિની સંજ્ઞાને અભાવ કે સગાનું બેવડાપણું મનાય નહિં.
શેઠ શ્રી કસ્તુરભાઈની હાજરીમાં તિથિની હાની વૃદ્ધિની વખતે પર્વતિથિ નક્કી કરવાના ઘડાયેલા મુસદ્દાને અંગે એ વગે આપેલા મુદ્દાઓ અને તેની ઉપર
સમાલોચના શીર્ષક મુદ્દો “તિથિદિન” અને ૫ર્વારાધન સંબંધી મંતવ્યભેદને અંગે નિર્ણય કરવા માટેના ખાસ મુદ્દાઓ.
સમાચના–તિથિદિનમાં મંતવ્યભેદ નથી પરંતુ પર્વતિથિની હાનિવૃદ્ધિ વખતે તિથિસંજ્ઞામાં મતભેદ છે.
મુદ્દો ૧–૫ર્વતિથિઓની આરાધનાને માટે મળી શકે ત્યાં સુધી, ઉદય તિથિનેજ ગ્રહણ કરવાની આજ્ઞા છે કે નહિ ?
સમાલોચના–ઉદયવાળીજ પર્વતિથિ માનવી એ એકાંત નથી, કેમકે પર્વતિથિના ક્ષયવૃદ્ધિપ્રસંગે તે સિદ્ધાંત બાધિત થાય છે.
ઉદયતિથિને ઉત્સર્ગ માર્ગ છે “ક્ષકે પૂર્વ તિથિઃ વાઘ” એ પ્રાષ તેને અપવાદ છે એટલે—ક્ષયવૃદ્ધિ પ્રસંગે જેનશાસ્ત્ર પ્રમાણે તિથિ નક્કી કરવાની ચર્ચામાં આ મુદ્દે જ વ્યર્થ છે.
ઉદયતિથિની વાત પણ નિષેધ, અનુવાદ અને અપ્રાપ્તિવિધાન કરે છે. જેમકે :–
૧ ઉદયપૂર્વે તે તિથિ એટલે ભાગ હોય તેટલા બધાય તે તિથિના ભાગને તે તિથિ તરીકે માનવાની મનાઈ કરે છે અને પૂર્વાહ્મદિવ્યાપ્તિને કે ક્રિયાકાલ વ્યાપ્તિનો નિષેધ કરે છે.
૨ ઉદયને સ્પર્શતી વખતે જે તિથિભાગ હોય તે સીધે હેવાથી અનુવાદ કરે છે.
૩ અને તે આખા અહોરાત્રમાં બીજી તિથિને ભેગ હોય કે સમાપ્તિ હોય તો પણ તેને તે બીજી તિથિ તરીકે કહેવાની મનાઈ કરે છે.
મુહુર્નાદિકમાં તિથિઓની વિદ્યમાનતાએ તિથિ લેવાય છે. ઉદય માત્રથી આખો દિવસ તિથિ લેવાનું તે આરાધનાદિમાં જ હોય છે.
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org