________________
૧૪ર
પર્વવ્યપદેશ મતવ્યભેદ.
એમ દર્શાવનાર એક પણ વચન હજુ સુધી એ વર્ગ તરફથી આખા વિષયમાં જણાવવામાં આવેલુંજ નથી.
કોઈ મનુષ્ય “ સત્ર' વાક્ય દેખીને-અહિં સંધિ નહિ કરનારે ભૂલ કરી છે” એમ કહેવા તૈયાર થાય અર્થાત્ અસંધિ સંબંધિને અપવાદને ન સમજી શકે અને એમ બેલે; તેવી રીતે પર્વતિથિની પૂર્વસંખ્યા નિયત કરવા માટે શાસ્ત્રકારોએ કરેલા અપવાદને ન સમજતાં જેઓ એકલા ઉદયને આગળ કરે તેની દશાસ્થિતિ પણ વિદ્વાનોમાં તેવીજ ગણાય,
મુદ્દો પ–“વૃદ્ધ જળ રથોત્ત” અગર “ ગ્રાહ્ય તત્તરાએ આજ્ઞ જે પર્વતિથિ બે સૂર્યોદયને સ્પશનારી બનીને બીજા સૂર્યોદયવાળા દીવસે સમાપ્તિને પામેલી હોય, તે પર્વતિથિની આરાધના તે પર્વતિથિના બીજા સૂર્યોદયવાળા દિવસે નક્કી કરવાને માટે છે કે વૃદ્ધા પર્વતિથિના બદલામાં તે વૃદ્ધા પર્વતિથિની પૂર્વે જે કોઈપણ પહેલી અપર્વતિથિ આવતી હોય તેની વૃદ્ધિ કરવાને માટે છે ?
સમાલોચના–વૃદ્ધ (ાથ) તથોર એ નિયમ વાકય છે અને તેથી પર્વતિથિની વૃદ્ધિ વખતે પહેલી તિથિનું પર્વતિથિપણુનું નામ ઉડી જાય છે.
“ો વાર્તા તત્ત' એ વાક્ય ત્યારે જ જરૂર ગણાય કે-જ્યારે પર્વ તિથિની શાસ્ત્રકારોને અધિકતા ઇષ્ટ ન હોય. જે તિથિને બદલે આરાધનાને અંગે જ આ વાક્ય લેવામાં આવે તો આરાધનાની અધિકતા કોઈપણ દિવસે શાસ્ત્રકારોએ અનિષ્ટ ગણી નથી કે જેથી આરાધનાનું બેવડાપણું થતું નિવારવા માટે આ વાકય કહેવું પડે. આરાધના માટે તે બહુ વાઢવું” એમ કહીને હંમેશાં આરાધના કરવાનું શાસ્ત્રકારે ઉચિતપણું જ માને છે. વળી શ્રી તત્વાર્થ ભાષ્યકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ વિગેરે તો ફરજીયાત પર્વ તિથિ સિવાયની પડવા આદિ તિથિમાં પણ પૌષધ વિગેરે આરાધવાનું ફરમાવીને સર્વ કાળે પૌષધાદિ આરાધનાની યોગ્યતા જ માને છે.
ટીપ્પણાની પર્વતિથિની વૃદ્ધિ પ્રમાણેજ આરાધનામાં પણ વૃદ્ધિ માનનારે વર્ગ પણ એ કેઈપણ લેખ જણાવતું નથી કે “અષ્ટમી આદિ પર્વતિથિએ કરાતા પૌષધાદિ પર્વકૃત્યે અપર્વ તિથિમાં કરે કે અધિકપણે કરે તે અચૂક શાસ્ત્રકારે અમુક પ્રાયશ્ચિત્ત જણાવે છે!”
વસ્તુત: “ જા” એ વાક્ય આરાધનાની અધિકતાના નિવા રણ માટે છે જ નહિ, પરંતુ પરિસંખ્યાત પર્વતિથિઓની સિદ્ધિ માટે જ છે. એટલે સ્પષ્ટ કહેવું જોઈએ કે રૂ. એટલે પર્વતિથિની લૌકિક ટીપ્પણુમાં વૃદ્ધિ હોય ત્યારે પર્વતિથિનું પરિસંખ્યાન ચલિત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org