________________
૧૩૨
પર્વવ્યપદેશ મંતવ્યભેદ,
અન્ય તિથિના દષ્ટાન્તથી સિદ્ધ કરી છે. અને જણાવ્યું કે વૃદ્ધિમાં બીજી તિથિજ પર્વ તિથિ ગણાય. ચર્ચા પ્રસંગમાં બે ચૌદશ વિગેરે જે લખાય છે. તે ગ્રંથકારને માન્ય છે તે રીતે નહિ પણ ટિપ્પણની અપેક્ષાએ છે.
મુ. ૬-સૂર્યોદયને નહિ સ્પર્શવાથી હાનિ અને બે વખત સૂર્યોદય સ્પર્શ વાથી વૃદ્ધિ થાય છે. પરંતુ બે અવયવોવાળી એક તિથિ તે વૃદ્ધિ તિથિ વિગેરે કહેવું બરાબર નથી.
આના સમર્થનમાં આવેલ પાઠ બરાબર સમજવો જોઈએ અને તિથિને નાશ નહિ એ બરાબર સમજવું જોઈએ. તિથિના વિદ્યમાન પણાને અંગે તિથિને નાશ નથી પરંતુ સૂર્યોદયને નહિ સ્પર્શવાવાળી તિથિ વ્યવહારમાં નષ્ટ ગણાય છે. આ ચર્ચા ખરતર અને ઉદ્દેશીને છે. તિથિને નાશ નહિ' એ એકાંતે હેત તે તિવા એ પાઠ કેમ જણાવત?
અહિં કરવામાં આવેલ અવયવ ઘટના જે ખરતરગચ્છવાળા પ્રથમ તિથિ અને પ્રથમ ભાસને શુદ્ધ તિથિ અને શુદ્ધ ભાસ માને છે અને બીજાને અસ્થાને ગણે છે તેને માટે છે. વાસ્તવિક અવયવ ઘટના હોત તો બન્ને તિથિઓ એક સરખી રીતે આરાધવા લાયક થાત.
મુદો. ૭-તિથિને માટે ક્ષો પૂર્વ તિથિઃ વા, વૃદ્ધ વાર્તા તથોરા એવા વિધિ અને નિયમનાં વાકયો છે. તેવાં વાકયે માસને માટે શાસ્ત્રકારે કઈ સ્થળે કહ્યાં નથી. તેમજ માસ અનુષ્ઠાન તિથિની માફક પરિસંખ્યાત નથી. આથી માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિ અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે એમ કહી શકાય નહિ.
તિથિવૃદ્ધિ અને માસવૃદ્ધિને સમાન માનવામાં આવે તે વરસીતપ, ચમાસી અને છમાસી વિગેરેમાં પ્રથમ ભાસને નપુંસક ગણી અવગણવી જોઈએ પણ તે નથી બનતું.
મુદ્દો. ૮–વૃદ્ધિના પ્રથમ માસને કે પ્રથમ તિથિને તે માસ અને તે તિથિની અપેક્ષાએ નપુંસક ગણાય છતાં અન્યની અપેક્ષાએ નપુંસક ન ગણાય.
નપુંસક સંતાનની ઉત્પત્તિની અપેક્ષાએ અસમર્થ હોય છતાં પણ યુદ્ધ જેવા મહાન કાર્યોને અંગે સમર્થ હોય છે.
મુદો. ૯-પિતાને માટે અસમર્થ પણ બીજાને અંગે વધારે ફળ નિપજાવી શકે. ટિપ્પણામાં ભા. સુ. બીજ કે ત્રીજનો ક્ષય હોય અને અમારા બે હોય તે પ્રથમ અમાસે કપધર જેવું સમર્થ કાર્ય થાય છે.
રસધથી તાંબુ રૂપું ન બને તેથી સોનું પણ ન બને તેમ ન કહી શકાય.
મુદ્દા. ૭-૮-૯ ના સમર્થનમાં મુકવામાં આવેલ પાઠ ખરતરગવાળા જે પહેલી તિથિ અને પહેલા માસને કાર્ય કરનાર તરીકે માને છે તેને અંગે ગ્રંથકારે તિથિવૃદ્ધિમાં પહેલી તિથિને અને ભાસવૃદ્ધિમાં પ્રથમ ભાસને તે તે તિથિ એને માસના કાર્યને માટે (નિમયનાનg) લખી નપુંસક ગણાવ્યો છે. પરંતુ તે તિથિ કે માસને સર્વ કાર્યો માટે નપુંસક ગણવેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org