________________
૧૩૪
પર્વવ્યપદેશ મંતવ્યભેદ.
પાક્ષિક પ્રતિકમણનો સમાવેશ થાય નહિં. કારણકે પકુખી ચૌમાસી આદિ પ્રતિકમણના આઘંતમાં દેવસી પ્રતિક્રમણ કરવું પડે છે. તેમજ પ્રાયછિત્તના કાઉસ્સગ પણ જુદા જુદા કરવા પડે છે.
પકુખીમાં પણ અંતે દેવસી પ્રતિક્રમણ કરવું પડે છે. આથી કઈ દીવસ તપ કે પ્રતિક્રમણને એક બીજામાં સમાવેશ થાય નહિં, અને એક બીજામાં પ્રતિક્રમણનો અને તપને સમાવેશ થાય તેને આધાર આપવામાં આવ્યો નથી.
મુદ્દો. ૧૬-પહેલી પૂનમ અમાસ કે પાંચમની પ્રાયશ્ચિત્તાદિ વિાધમાં તે નામે સંજ્ઞા નહિં રહેતાં ચૌદશ અને ચોથની સંજ્ઞા હોવાથી ૩૬૦ રાત્રિદીવસનું ઉલ્લંઘન થાય નહિંકારણકે દીનગણના તિથિના નામની અપેક્ષાએ છે. પણ ચૌદશ કે ચોથના ક્ષયે તેરસ અને ત્રીજના વ્યપદેશ પૂર્વક કરનાર તેઓને ૧૬૧૨૧ અને ૩૬૧ દીવસ થતા હોવાથી ૧૫-૧૨૦ અને ૩૬૦નું ઉલ્લંઘન થશે. ( દિન ગણના એકમ બીજ વિગેરે તિથિના નામની અપેક્ષા છે. ચૌદશ આદિના યે તેરસ બોલી ચૌદશની આરાધના કરનાર તેમને ૧૫-૧૨૦-૩૬ ની દીનગણના નહિ. સચવાઈ રહે. પરંતુ પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે તે તે તિથિના નામેચ્ચારપૂર્વક આરાધના કરનાર દેવસુરસંઘની દિનગણનામાં વાંધે નહિ આવે.
મુ. ૧૭-“થે પૂર્વી તિથિ ાથ તૃત જાણ તથોત્ત” એ બે વાકે ક્ષયમાં પૂર્વતિથિ અને વૃદ્ધિ પ્રસંગે ઉત્તરતિથિ લેવામાં ભેગ કે સમાપ્તિનો હેતું નથી જણાવતાં. પરંતુ અપર્વના સૂર્યોદયને પર્વને સૂર્યોદય ગણવા અને વૃદ્ધિના પહેલા સૂયોદયને પવન સૂર્યોદય નહિ ગણવા માટે છે.
- અહિં આપેલ પાઠમાં સમાપ્તિ માટેનું સૂચન ખરતરગચ્છવાળા ચૌદશના ક્ષયે પૂનમે ચૌદશ માને છે તેના નિષેધ માટે છે. કારણકે પૂનમે ચૌદશ કરવામાં નથી ચાદશને ભેગ કે નથી સમાપ્તિ, આથી ગ્રંથકાર સમાપ્તિ કે ભોગથી તિથિ વ્યપદેશ માને છે એમ નહિ પણ ખતરો બીજે ભોગ સમાપ્તિને આગળ ધરે છે. ને અહિં તે વિસરી જાય છે તે બતાવવા માટે છે.
મુદ્દો. ૧૮-પર્વ તિથિઓ મરજીયાત ફરજીયાત બે પ્રકારે છે તેમાં કલ્યાણકતિથિઓ મરજીયાત પર્વતિથિઓ છે.
કલ્યાણક તિથિએ સામાન્ય પર્વતિથિઓ છે. તેમાં વાંધો નથી. કલ્યાણતિથિઓ ફરજીયાન પર્વતિથિ સમાન છે તે પાઠ રજુ કરવો જોઈએ તે રજુ કરાયો નથી.
મુદ્દો. ૧૯-શાસ્ત્રકારોએ પર્વતિથિના ક્ષય વખતે પૂર્વની અપર્વતિથિની સંજ્ઞાને અભાવ કરીને આખા દીવસ માટે તે ક્ષીણ પર્વતિથિનીજ સંજ્ઞા કાયમ કરી છે. તેવી રીતે કલ્યાણ માટેને ઉલેખ નથી. આથી તે નિયમે સર્વ પર્વ તિથિ ઓને લાગુ ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org