________________
પચ્ચીસ મુદ્દાને સંક્ષિપ્ત પ્રતિકારક
૧૩૩
મુદ્દો. ૧૦-દીવસ, રાત્રિ, પક્ષ ચતુર્માસ અને વર્ષના રાત્રિદીવસેને વ્યવહાર કમાસની અપેક્ષાએ છે અને તેથી પક્ષ, ચાતુર્માસ વર્ષ વિગેરેના અનુક્રમે ૧૫-૧૨૦-૩૬૦ની ગણના માસ અને તિથિના નામની અપેક્ષાએ છે.
મુદ્દો. ૧૧-વ્યવહારનું અંગ કર્મમાસ અને કર્મવર્ષ છે, અને તેમાં નિરંશપણું હોવાથી વૃદ્ધિ, હાનિ ગણાતી નથી. ખરી રીતે તિથિના નામની અપેક્ષાએ દિન ગણના છે.
આના સમર્થનમાં મુકાયેલ પાઠ વસ્તુસ્થિતિ સમજવા માટે ઉપયોગી છે. ચાલુ ચર્ચાને અંગે ઉપયોગી નથી.
મુ. ૧ર--બે આઠમ વિગેરેને પ્રાયછિત્તાદિવિધિમાં બોલનાર વિરાધકજ થાય, શાસ્ત્રકારોએ સ્થાપેલા વ્યવહારની અપેક્ષાએ વૃદ્ધિ પામેલી પર્વતિથિની પહેલાંની અપર્વતિથિને બેવડી બોલવાવાળા જ સાચા આરાધક ગણાય.
તેમની માન્યતા માટે પાઠ નથી . અને અમારી જે માન્યતા છે તેને સેંકડો વર્ષની ગીતાર્થ પરંપરા અને શાસ્ત્ર આજ્ઞાનું બળ છે.
મુદ્દો. ૧૩–શાસ્ત્રકારોએ પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વતિથિની સંજ્ઞાનો નિષેધ કર્યો છે. અને તે દિવસે પર્વતિથિની સંજ્ઞાથીજ વ્યવહાર કર. વાને કહ્યો છે. આથી એકજ દીવસે અપર્વતિથિ અને પર્વતિથિ એમ બનેય તિથિઓને વ્યપદેશ થઈ શકે નહિ વ્યપદેશ મૂખ્યપણે થાય ગૌણપણે વ્યપદેશ સંભવે નહિ.
“પુણતથા ચતુર્લા ઘા કચરા ગુ' આ તત્ત્વતરંગિણના પાઠથી તિથિને વ્યપદેશ મૂખ્યપણે થાય. એટલે ગૌણ પણે વ્યપદેશ ન થાય. તેમજ શ્રાદ્ધવિધિને તિથિ પાઠ તિથિસંજ્ઞા સૂર્યોદયને અનુસરીને કરે છે. પર્વ ક્ષયવૃદ્ધિના અપવાદ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વની સંજ્ઞાને ખસેડી પસંજ્ઞા સ્થાપે છે. છતાં એક દીવસે બે તિથિને વ્યપદેશ થાય તેવો સ્પષ્ટ પાઠ રજુ કર જોઈએ તેવો પાઠ રજુ કરાયો નથી.
મુદ્દો. ૧૪-પરિસંખ્યાન પર્વતિથિઓમાં એક દીવસે બે પર્વતિથિઓના આરાધક બની શકાય નહિં. કારણકે અષ્ટમી ચતુર્દશી આદિ પર્વતિથિઓ અહોરાત્રથી નિયત હોવાને લીધે બે પર્વતિથિ એકીદીવસે બોલાય પણ નહિ અને આરાધાય પણ નહિં. કલ્યાણકપર્વ માટે આનાથી જુદી વ્યવસ્થા છે.
રાશી માણી રોલ્સ' આ પાઠથી બન્ને પર્વતિથિઓ ઉભી રાખવાનું જણાવ્યું છે. આથી એક દિવસે બે પર્વનું આરાધન થાય નહિ કે બે પર્વને વ્યપદેશ ન બની શકે. છતાં ફરજીયાત બે પર્વતિથિની એક દીવસ આરાધના થાય તે સ્પષ્ટ પાઠ રજુ કરવો જોઈએ તે પાઠ હજુ સુધી રજુ કરાયો નથી.
મુદ્દો. ૧૫-ચોમાસી તપમાં પાક્ષિક તપનો અને ચૌમાસી પ્રતિક્રમણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org