________________
આા. રામચંદ્રસૂરિજીના રૂપ મુદ્દાને સાર.
૧ર૭
.
*
* *
,
,
,
,
, , ,
બદલામાં તે ક્ષીણ પર્વતિથિની પૂર્વે જે કેઈપણ પહેલી અપર્વતિથિ આવતી હોય તેને ક્ષય કરવાને માટે નથી જ. (પૃષ્ઠ ૭૯)
આના સમર્થનમાં તત્ત્વતરંગિણ ગા. ૪ અને તેની કેટલીક ટીકા રજુ કરવામાં આવી છે.
મુદ્દો. ૫ કૃ વ તત્તર અગર ગ્રુ ગ્રાહ્યા થોરા એ આજ્ઞા જે પર્વતિથિ બે સૂર્યોદયને સ્પર્શનારી બનીને બીજા સૂર્યોદયવાળા દીવસે સમાપ્તિને પામેલી હોય તે પર્વતિથિની આરાધના તે પર્વતિથિના બીજા સૂર્યોદયવાળા દિવસે નક્કી કરવાને માટે જ છે. પણ વૃદ્ધા પર્વ તિથિના બદલામાં તે વૃદ્ધા પર્વતિથિની પૂર્વે જે કોઈપણ પહેલી અપર્વતિથિ આવતી હોય તેની વૃદ્ધિ કરવાને માટે નથી જ. (પૃ. ૮૯)
તત્ત્વતરંગિણું ગા. ૧૭ અને તેની ટીકા આ વસ્તુને સમર્થન માટે આપવામાં આવી છે.
મો. ૬ તિથિક્ષય એટલે તિથિનાશ અને તિથિવૃદ્ધિ એટલે બે અવયવાળી એકજ તિથિ નહિ પણ એકમ બીજની જેમ એક બીજાથી ભિન્ન એવી બે તિથિઓ એ અર્થ થતો જ નથી. (પૃ. ૯૫) અર્થાત્ “તિથિક્ષય એટલે તિથિનાશ નહિ અને તિથિવૃદ્ધિ એટલે બે તિથિએ નહિં. આના સમર્થનમાં પ્રવચન પરીક્ષાના પૃષ્ઠ ૪૦૮ ની બે પંકિતઓ આપવામાં આવી છે.
મુદ્દો. છ માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે. (પૃ. ૯૭)
મુ. ૮ વૃદ્ધિના પ્રથમ માસને તથા પ્રથમ તિથિને નપુંસક કહેવાય.
મો. ૯ જે નપુંસક તિથિ પિતાનું ફળ નિપજાવી શકવાને પણ અસમર્થ હેય તે નપુંસક તિથિ મહાપર્વને કાર્યને નિપજાવવાને સમર્થ બને એ સર્વથા અસંભવિત વસ્તુ છે. (પૃ. ૧૦૩)
પ્રવચન પરીક્ષાની ૨૧૮ મી ગાથા ટીકા સાથે આ ત્રણ ૭-૮-૯ મુદ્દાના સમર્થનમાં આપવામાં આવી છે.
મુદ્દો. ૧૦ પક્ષના ૧૫ ચાતુર્માસના ૧૨૦ અને વર્ષના ૩૬૦ રાત્રિ દીવસ ગણાય છે તે તથા પર્યુષણને અંગે વિસ રાત્રિ સહિત માસ અને સિત્તેર રાત્રિ દિવસ ગણાય છે, તે તિથિ અને માસની અપેક્ષાએજ ગણાય છે. (પૃ. ૧૦૫)
મુદ્દો. ૧૧ દિનગણનામાં જેમ એક ઉદયતિથિનો એક રાત્રિ દીવસ ગણાય છે તેમ એક ક્ષીણતિથિને એક રાત્રિ દિવસ અને એક વૃદ્ધાતિથિનો પણ એક રાત્રિ દિવસ ગણાય છે.
પ્રવચન પરીક્ષા પૃ. ૪૧૦-૧૧ નો પાઠ આ વસ્તુના સમર્થનમાં આપવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org