________________
૧૧૮
પર્વવ્યપદેશ મંતવ્ય
* *
*
*
*
*
૧૦૩ “તિથિદિન” અને “પરાધન સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓ પિકીને બાવીસમો અને તેવીસમે મુદ્દો નીચે મુજબ છે.
(૨૨) તિથિ દિન માસ અને વર્ષ આદિના નિર્ણયને માટે જૈન ટિપ્પનક વ્યવચ્છિન્ન થવાના કારણે, સેંકડો વર્ષ થયાં લૌકિક પંચાંગજ મનાય છે અને તે માટે હાલ પણ આપણે લૌકિક
પંચાંગ જ માનવું જોઈએ, એવું ફરમાન છે કે નહિ ? ૧૦૪ (૨૩) અમુક દિવસે અમૂક તિથિ ઉદયતિથિ, ક્ષયતિથિ કે વૃદ્ધાતિથિ છે એ વિગેરેના નિર્ણયને માટે હાલ શ્રી જૈનશાસનમાં “ચંડાશુગંડુ” નામનું લોકિક પંચાંગજ આધારભૂત મનાય છે કે નહિ ? ૧૦૫ આ બે મુદ્દાઓના સંબંધમાં અમારું માનવું એવું છે કે-તિથિદિન, માસ
અને વર્ષ આદિના નિર્ણયને માટે, જેન ટિપ્પનક વ્યવચ્છિન્ન થવાના કારણે, સેંકડો વર્ષો થયાં લૌકિક પંચાંગજ મનાય છે અને હાલ પણ લૌકિક ટિપ્પનક - એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ
પાઠ ૨૯ ૧ અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યાની તિથિઓને તે ફરજીઆત પર્વ તિથિઓ શ્રી સૂયગડાંગ વિગેરેમાં જણાવેલી હેવાથી તેને માટે જિનેકતપણુનું વિધાન સાક્ષાત હતું. અને તેથી તેને અંગે કંઈપણું સિદ્ધિ કરવાની જરૂર ન હતી. પરંતુ બીજ વિગેરે બે બે તિથિના અંતરે આવતી ત્રીજી તિથિની આરાધના માટે જ્ઞાપક સિદ્ધપણું જણવનાર આ વચન છે.
“આચારપદેશકાર પણ આયુષ્યના ત્રીજા ત્રીજા ભાગે આયુષ્યના બંધને આગળ કરીનેજ આ બીજ આદિકની આરાધના જણાવે છે. અર્થાત આ બીજ આદિની આરાધનાને આયુષ્યબંધના વિભાગની સાથે સંબંધ જોડવામાં આવ્યો છે. અને તે દ્વારા તેનું પર્વતિથિપણું જણાવાયું છે. અને તેથી ફરજિયાત અને સર્વ અશુભકર્મની નિર્જરનું કારણ એવી અષ્ટમી આદિ ફરજિયાત પર્વતિથિઓની આરાધના બાધિત થતી નથી, ગૌણ થતી નથી; તેમજ અલ્પફળવાળી પણ થતી નથી અર્થાત મરજિયાત પર્વતિથિના નામે અષ્ટમી આદિ ફરજિયાત પર્વતિથિની સંજ્ઞા અને વિધાનમાં બાધકતા ઉભી કરીને પરિસંખ્યાન આદિની અવ્યવસ્થા કરવી, એ કોઈપણ પ્રકારે શાસ્ત્ર અને ધર્મની શ્રદ્ધાવાળાને શેલતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org