________________
પર્વવ્યપદેશ મંતવ્યભેદ,
૫૯ (ઉપરના પાઠમાં જેટલા ભાગમાં નીચે લીટી દેરી છે તે ભાગ મુદ્રિત
પ્રતિમાને છે અને તેની જગ્યાએ હસ્તલિખિત પ્રતમાં [ ] આવા કૌંસમાં લખે છે તે પાઠ છે.) ૬. ઉપરના પાઠમાં ગ્રન્થકારશ્રીએ વૃદ્ધિના પ્રસંગમાં આરાધ્યપણાએ કરીને
ઉત્તરા તિથિનેજ સ્વીકાર કરવો જોઈએ એ વાતનું પ્રતિપાદન કર્યું છે અને વૃદ્ધા તિથિને બે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામનારી તરીકે જણાવી છે, એ વિગેરે જતાં પણ વૃદ્ધા તિથિને બદલે પૂર્વ અપર્વતિથિની વૃદ્ધિ કરવાની વાતને પણ અવકાશ મળતું નથી. વળી જે તિથિની વૃદ્ધિ ન હોય તેની વૃદ્ધિ કરવી એ મૃષાવાદ પણ છે. • માનવાની વાત અપાદિત (બાધિત) જ થાય છે. છતાં કઈ સદીઓથી લૌકિક પંચાંગને સંસ્કાર પૂર્વક લેવાનું રાખેલું હોવાથી અને તેમાં અપર્વ કે પર્વ તિથિની વૃદ્ધિ આવતી હોવાથી વૃદ્ધિની વખતે કઈ તિથિ લેવી? એ ચર્ચા શાસ્ત્રપાઠના એદંપર્યને નહિ સમજનારા માટે જરૂર રહે.
એક વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે–શ્રી તપગચ્છવાળાઓ ફરજિયાત પર્વતિથિએ કરાતી પૌષધાદિની આરાધનાને પરિગણિત માનતા નથી. પરંતુ તે આરાધનાની સર્વ કાળ કર્તવ્યતા માને છે. એટલે તેઓને પર્વતિથિની વૃદ્ધિ થતાં આરાધનાની વૃદ્ધિ થાય એ અનિષ્ટ નથી. કેમકે તેઓ હજુ વઢિપડ્યેકુ વિગેરે શ્રી આવશ્યક ચૂર્ણિ વિગેરેના વાક્યોને અનુસરીને સર્વ અહેરાત્ર અગર સર્વ તિથિએ પૌષધ આદિ આરાધનાને માટે લાયક જ છે એમ માને છે. પરંતુ અષ્ટમી-ચતુર્દશી પૂર્ણિમા અને અમાવા
સ્યા એ ચાર પર્વતિથિઓને ફરજિયાત પર્વતિથિ તરીકે ગણે છે. અર્થાત વ્રતધારી શ્રાવકે આ અષ્ટમી આદિ ચાર દિવસોએ જરૂરજ પૌષધ કરવું જોઈએ. અને જે તે અષ્ટમી આદિને પૌષધ ન થયો હોય તે વ્રતધારીને અતિચાર (દૂષણે) લાગે છે એમ માને છે. અને તેથી જ આ અષ્ટમી વિગેરે પર્વતિથિએ ફરજિત પર્વતિથિઓ છે.
આ જ કારણથી અષ્ટમી આદિ ચાર તિથિઓની હાનિ કે વૃદ્ધિ શાસનને પાલવે નહિં તે સ્વાભાવિક છે.
આ કારણથી પર્વતિથિની હાનિની વખતે જેમ પૂર્વની અપર્વતિથિની સંજ્ઞા ખસેડવાપૂર્વક પર્વતિથિની સંજ્ઞા કાયમ કરી, તેવી રીતે વૃદ્ધિની વખતે પણ પરિગણિતપણાના બચાવને માટે એક જ ફરજિયાત તિથિ રાખવી પડે.
ટીપણામાં આવેલી પર્વતિથિની વૃદ્ધિ વખતે શ્રી તપાગચ્છવાળાઓ જ્યારે બીજા દિવસની તિથિને જ પર્વતિથિ તરીકે કહીને આરાધવાનું જણાવે છે. ત્યારે ખરતરગચ્છવાળાએ તેવા વખતે પહેલા દિવસની તિથિ સંપૂર્ણ છે, એમ કહીને તેને આરાધવાનું જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org