________________
પર્વવ્યા મંતવ્યદ.
૬૨ “તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્ય ભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પિકી છઠ્ઠો મુદ્દો નીચે મુજબને છે.
(૬) “તિથિક્ષય” એટલે “તિથિનાશ અને તિથિવૃદ્ધિ એટલે બે અવયવોવાળી એકજ તિથિ નહિ, પણ એકમ બીજની જેમ
એક બીજાથી ભિન્ન એવી બે તિથિએ એવો અર્થ થાય કે નહિ? ૬૩ આ મુદ્દો ઉપસ્થિત કરવાને હેતુ એ છે કે આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી, પંચાંગમાં આવતી પર્વતિથિઓની પણ હાનિ વૃદ્ધિને કબુલ રાખીને પર્વતિથિએની આરાધના કરવા તત્પર રહેનારા અને તિથિઓમાં હેરાફેરી કરી નાખીને આજ્ઞાભંગ, પર્વલેપ આદિને પાત્ર નહિ બનનારાઓને મહિનામાં બાર પર્વતિથિઓને બદલે અગીઆર અને તેર પર્વતિથિઓ માનનારા તરીકે સંબોધવામાં બંધી વસ્તુતત્ત્વને ન સમજતાં શબ્દમાત્રને આગળ કરે છે, તેઓએ નીચેના મુદ્દા જરૂર વિચારવા જોઈએ.
૧. સમાપ્તિવાળોજ સૂર્યોદય પ્રમાણ કરવામાં પર્વથી અનન્તર અપર્વતિથિને ક્ષય હોય ત્યારે પર્વતિથિની સમાપ્તિવાળે સૂર્યોદય નથી, એટલે શું તે પર્વને સૂર્યોદય અપ્રમાણુ ગણે? અર્થાત્ તે દિવસે પર્વતિથિ ન માને?
૨. નવમી આદિના ક્ષયની વખતે નવમી આદિની સમાપ્તિ અને ભેગની અધિક્તા આઠમના સૂર્યોદયવાળા દિવસે હોય છે તે શું આઠમ નહિ માનતાં નમ માનશે ?
૩. ચૌમાસી ચૌદશ કે ભાદરવા શુદિ ચોથ જેવી અવધિવાળી તિથિને ક્ષય હોય ત્યારે તેનાથી પહેલા એટલે તેરશ અને ત્રીજના દિવસે તેરશ અને ત્રીજ જ સમાપ્તિયુક્ત ઉદયવાળી છે એટલે તે તે દિવસે તેરશ અને ત્રીજ માનીને ચોમાસી અને સંવછરી કરવા પડશે અને તેમ કરતાં ૫૦, ૭૦, અને ૧૨૦ દિવસની શાસ્ત્રકારોએ જણાવેલી મર્યાદાને ઉલ્લંઘન કરનાર થવું પડશે? અને તે પ્રમાણ થશે ?
જેન શાસ્ત્ર કે પ્રાચીન ગણિતની અપેક્ષાએ તિથિની વૃદ્ધિ થતી ન હતી, અને લૌકિક પંચાંગ આચાર્યોએ આધાર તરીકે લીધાં તેમાં તિથિની વૃદ્ધિ આવવા લાગી. એટલે જ મૂળ શાસ્ત્રોની અપેક્ષાએ પર્વતિથિની વૃદ્ધિ વખતે બીજી તિથિને જ પર્વતિથિ તરીકે કહેવી અને માનવી એને ખુલાસે નથી. જો એમજ છે તે આચાર્યોએ તે બીજી તિથિને ક્યા મુદ્દાથી કબુલ કરી? એવી શંકાના સમાધાનમાં એમ કહી શકાય કે મૂળ શાસ્ત્રોમાં પર્વતિથિની વદ્વિજ ન માનેલી હોવાથી તેનું સાક્ષાત વિધાન ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ જ્ઞાપકથી તે વાત સિદ્ધ થઈ શકે છે તે જ્ઞાપકે નીચે મુજબ
૧ મૂળ શાસ્ત્રો પ્રમાણે યુગના અને અષાડની વૃદ્ધિ આવતી હતી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org