________________
આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન,
૧૦૦
૮૧ “તિથિદિન” અને “પવરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગેના નિર્ણય માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓમાં ચૌદમે મુદ્દો નીચે મુજબ છે.
(૧૪) જે પર્વતિથિને ક્ષય થયે હેય, તે પર્વતિથિની પૂર્વની તિથિ જે પર્વતિથિ હોય તે પૂર્વની તે પર્વતિથિના દિવસે બનેય પર્વતિથિઓના આરાધક બની શકાય કે નહિ? તેમજ એક દિવસે બે કે બેથી વધુ પો વેગ થઈ જતો હોય તો તે સર્વ પના તે એકજ દિવસે આરાધક બની શકાય કે નહિ? ૮૨ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે-જે પર્વતિથિનો ક્ષય આવ્યું હોય, તે પર્વતિથિની પૂર્વની તિથિ જે પર્વતિથિ હોય તે પૂર્વની તે પર્વતિથિના દિવસે બનેય પર્વતિથિઓના આરાધક બની શકાય અને એજ રીતિએ જે એક દિવસે જેટલાં પર્વોને યોગ થઈ જતું હોય તે સર્વ પર્વોના પણ તે જ એક દિવસે આરાધક બની શકાય, બીજા મુદ્દાના વિવેચનમાં આ વાતને
શાઅપાઠથી સિદ્ધ કરવામાં આવી છે, એટલે અત્રે વિસ્તાર કરતા નથી. ૮૩ “તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગેના નિર્ણયને
માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓમાં પંદરમે મુદ્દો નીચે મુજબને છે – - ૧૫) ચૌમાસી તપમાં પાક્ષિકના તપને અને ચામાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણ સમાવેશ થાય છે કે નહિ ? ૮૪ આ મુદ્દાના સંબંધમાં અમારું મંતવ્ય એવું છે કે માસી તપમાં
પાક્ષિકના તપને અને ચામાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણને સમાવેશ થાય છે, શ્રી જૈન શાસનમાં પાક્ષિકને એક ઉપવાસ અને ચૌમાસીના બે ઉપવાસ રૂ૫ છઠ્ઠ કરવાની ખાસ આજ્ઞા કરેલી છે અને તે નહિ કરનારને પ્રાયશ્ચિત્ત કહેલું છે. યુગપ્રધાન આચાર્ય ભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ તેવા પ્રકારનું કારણ ઉપસ્થિત થયેથી, શાસ્ત્રની આજ્ઞાને અનુસરતી રીતિએ, વાર્ષિક પર્વ જે ભા. શુ. ૫ માં હતું તે ભા. શુ. ૪ માં આર્યું એમ કરવાના
છે કે જેને શાસ્ત્રોમાં પાંચ પ્રકારના વર્ષ, પાંચ પ્રકારના મહિના અને પાંચ પ્રકારની તિથિઓ જણાવવામાં આવેલી છે, પરંતુ કર્મમાસ એકજ એ માસ છે કે જે પૂર્ણ અંશવાળે છે. એથી એક કર્મમાસને જ વ્યવહારના અંગ તરીકે ગણવામાં આવેલા છે, અને તે અપેક્ષાએજ સર્વત્ર પંદર દિવસને પક્ષ, બે પક્ષને માસ, ચાર માસની અતુ (વર્ષાદિ) અને ત્રણ ગડતુનું વર્ષ એમ ગણત્રી કરાઈ છે. અને તે કર્મમાસ અને વર્ષને બરાબર રાખવા માટેજ તિથિ અને દિવસની હાનિવૃદ્ધિ કરાય છે.
જાતિ કડક વિગેરે શાસકારે કર્મમાસની જરૂર વ્યવહારનૈ અંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org