________________
મા. રામચંદ્રસૂરિજી સ્વ૫ક્ષ સ્થાપન,
૧૦૫
૭૩ “તિથિદિન” અને “પર્વારાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓ પિકી દશમે અને અગિયારમો મુદ્દો નીચે મુજબને છે.
(૧૦) પક્ષના ૧૫ રાત્રી દિવસ અને ચતુર્માસ તથા વર્ષના અનુક્રમે ૧૨૦ અને ૩૬૦ રાત્રિ દિવસ ગણાય છે તે તથા પર્યુષ
ને અંગે વીશ રાત્રિ સહિત માસ અને સિત્તર રાત્રિ દિવસ ગણાય છે તે વારની અપેક્ષાએ ગણાય છે કે તિથિ અને માસની
અપેક્ષાએ ગણુય છે ? ૭૪ (૧૧) દિનગણનામાં જેમ એક ઉદયતિથિને એક રાત્રિ દિવસ ગણાય છે તેમ એક ક્ષીણ તિથિને એક રાત્રિ દિવસ અને એક વૃદ્ધાતિથિને પણ એક રાત્રિ દિવસ ગણાય છે કે નહિ? ૭૫ આ બે મુદ્દાઓના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે પાના ૧૫, ચતુર્માસના ૧૨૦ અને વર્ષના ૩૬૦ રાત્રિ દિવસ ગણાય છે તે તથા પર્યુષ. ણાને અંગે વિસ રાત્રિ સહિત માસ અને સીત્તેર રાત્રિ-દિવસ ગણાય છે તે તિથિ અને માસની અપેક્ષાએજ ગણાય છે. ૧૪, ૧૫ કે ૧૬ રાત્રિ-દિવસને પક્ષ હોય તે પણ તેમાં તિથિઓ પંદરજ હોય છે. આવા બે પક્ષને માસ ગણાય છે. ચતુર્માસમાં વૃદ્ધિના કારણે પાંચ માસ આવ્યા હોય તોય તે ચતુમસજ ગણાય છે, એટલે કે વૃદ્ધ માસના પ્રથમવયવસ્વરૂપ પ્રથમ માસની તિથિઓ તથા પ્રથમ માસના બે પાને ગણનામાં લેવામાં આવતા નથી. વર્ષના જે બાર માસ ચોવીસ પક્ષ અને ૩૬૦ રાત્રિ દિવસ ગણાય છે તે પણ આવી જ રીતિએ ગણાય છે. પક્ષમાં ગણાતા મંદિર રાત્રિ દિવસ તિથિઓની અપેક્ષાએ તે ગણાયજ છે પણ તેમાં એક ઉદય તિથિને જેમ એકરાત્રિ દિવસ ગણાય છે
વળી તિથિના નિયમવાળાને બેય દિવસ તિથિના નિયમો અંશપણું હોય તો તે વાસ્તવિક રીતે પાળવાજ પડે, પણ એ વર્ગ બે ચૌદશ હોય ત્યારે બે દિવસ પખી કરવાને તૈયાર થતો નથી.
વળી બેયનું જે અંશપણું ગણવામાં આવે અને અન્યાંશને પ્રમાણિક ગણવામાં આવે તો અત્યપ્રદેશનિહ્વની દશા પ્રાપ્ત થાય. - વાસ્તવિકરીતે શ્રી તપગચ્છવાળાએ ટિપ્પણમાં પર્વતિથિ વધેલી હેય, ત્યારે પહેલા દિવસને તે પર્વતિથિ તરીકે કહેતા, માનતા કે આરાધતા જ નથી, પરંતુ સૌ 'ના પ્રોષવડે પ્રથમ દિવસમાંથી પર્વપણાને દુર કરીને બીજા દિવસને જ પર્વતિથિ તરીકે કહે છે, માને છે અને આરાધે છે; એ નકર વાતને અંશે પણ ખાધ કરે તેવું શાસ્ત્ર કે પરંપરાનું વચન એ વર્ગ આપી શકાયો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org