________________
બા. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન.
થતી જ ન હોય તેવી પર્વતિથિની માન્યતા અને આરાધનાનો દિવસ નક્કી કરવાને માટે જ છે. પણ ક્ષીણ પર્વતિથિના ક્ષયના બદલામાં તે ક્ષીણ પર્વતિથિની પૂર્વે જે કેઈપણ પહેલી અપર્વ તિથિ આવતી હોય, તેને ક્ષય કરવાને માટે નથી જ
એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ
પાઠ ૭-૮-૧૫–૧૬-૧૦-૨૩-૨૪ જ આ પ્રઘોષનું ઉત્થાન તેઓ જ માની શકે કે જેઓ પર્વ તિથિઓનું પરિસંખ્યાન માને. પરિસંખ્યાન ન માનતાં જેઓ આરાધનાના આધારભૂત પર્વતિથિનો ક્ષય માનવાને તૈયાર હોય, તેઓને આ વિધાયક અને નિયામક પ્રઘોષની જરૂર જ નથી. આજે એ વર્ગ બાર પર્વ તિથિઓનું પરિસંખ્યાન નહિ માનીને ૧૧ કે ૧૩ પર્વ તિથિઓને કરે છે, તેને
આ પ્રઘોષ નિરર્થક છે. આ પ્રઘોષમાં આરાધના વિધેય તરીકેજ નથી. કારણકે આરાધનાની અપ્રાપ્તિ થતી જ નથી. તેમજ આરાધનાની અધિકતા એટલે સદા કર્તવ્યતા જેન શાસ્ત્રકારોને અનિષ્ટ નથી. તેથી નિયમ કરવાની પણ જરૂર રહેતી નથી. આ પ્રોષની જરૂરિઆત પર્વતિથિના પરિસંખ્યાન માટે છે; જ્યારે ટીપણાની રીતે પર્વતિથિને ક્ષય આવે ત્યારે પર્વતિથિની સંજ્ઞાની કઇ રીતે વ્યવસ્થા કરવી કે જેથી સર્વ પર્વતિથિઓ સચવાઈ રહે. એ માટે છે.
જે પૂ. ના પ્રથમ પાદથી વિધાન અને બીજા પાદથી નિયમ કરવામાં આવેલ છે, તે આરાધનાની ન્યૂનતા કે અધિક્તા ટાળવા માટે નથી. પરંતુ પરિસંખ્યાત એવી પર્વતિથિઓની ન્યૂનતા કે અધિકતા ટાળવા માટે છે.
આ પ્રઘોષમાં પણ તિથિઃ જા (તિથિgat) એવું સ્પષ્ટ વિધેય છે, તે પર્વતિથિની ન્યૂનતા અને અધિક્તાની આપત્તિ ટાળવા માટે છે, એટલે વિધેયતા અને નિયતતા પર્વતિથિનીજ રહેલી છે, અને તેથી જ અષ્ટમી આદિના ક્ષયે તેનાથી પૂર્વે રહેલી સપ્તમી આદિ તિથિનેજ અષ્ટમી આદિ પર્વતિથિપણે ગણવાનું વિધાન થાય છે, તેમજ બે અષ્ટમી વિગેરે હોય ત્યારે બીજી અષ્ટમી વિગેરેને અષ્ટમી આદિરૂપ પર્વતિથિપણે ગણવાનું થાય છે, અને તેથીજ શ્રી તવતરંગિણુકા ચૌદશના ભયની વખતે તેરશનો ઉદય છતાં તેરશના વ્યપદેશને અભાવ જણાવીને ટીપણાની તેરશને તેરશ નહિં જ કહેવી એમ જણાવેલું છે. અને ચૌદશને ઉદય નહિ છતાં પણ તે દિવસે ચૌદશજ કહેવી એમ જણાવેલું છે. અર્થાત ટીપણાની તેરશના ઉદયના વખતથી જ ચૌદશની સત્તા શાસકારે જણાવી દીધી છે, એટલે તેરશ ન માનવાનું જણાવ્યું તેમાં આશ્ચર્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org