________________
પૂ. બન્ને આચાર્યવ સમક્ષ શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઈએ ઘડેલ મુસદાને અનુસરી નિર્ણય માટે તેમને મોકલી આપેલ
સ્વયક્ષ સ્થાપન અને પરપક્ષ નિરસનરૂપપર્વવ્યપદેશ મંતવ્યભેદ,
સ્વપક્ષ સ્થાપન ૧ આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ કરેલ સ્વપક્ષ સ્થાપન.
૧ મૂળ મુદ્દાઓ. સુ. શ્રા. શેઠ કસ્તુરભાઈએ તૈયાર કરેલા મુસદ્દાનુસાર લૌકિક પંચાંગમાં પર્વ કે પર્વનંતર પર્વ તિથિની હાની વૃદ્ધિ હોય ત્યારે પૂર્વ કે પૂર્વતર અપવ તિથિની હાનિ વૃદ્ધિ કરવાને લગતાં મૂળ મુદ્દાઓ.
૧. ટીપણામાં પર્વતિથિની હાની કે વૃદ્ધિ હોય તે પણ આપણામાં (શ્રી દેવસૂરતપાગચ્છમાં) તે હાની-વૃદ્ધિ પ્રસંગે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની જ હાનીવૃદ્ધિ થતી આવે છે તે જીતવ્યવહાર ગણાય કે નહિ? અને જે ગણાય તે તે જેનાગમના વચનની માફક પાળવા લાયક ખરે કે નહિં?
૨. જૈનશાસ્ત્રમાં એક દિવસે બે સામાન્ય તિથિ કે બે પવરતિથિ માનવાનું વિધાન છે કે કેમ ?
૩. ટીપણામાં પર્વતિથિને ક્ષય જણાવ્યો હોય ત્યારે તેનાથી પૂર્વની તિથિનું નામ ન લેવું પણ તે પૂર્વ અપર્વતિથિના દિવસે તે ક્ષય પામેલી પર્વતિથિને નામેજ વ્યવહાર કરે તે શાસ્ત્રીય નિયમ છે કે નહિં?
૪. ચતુર્દશી વિગેરે પર્વતિથિઓથી આગળની પૂર્ણિમા વિગેરે પર્વતિતિથિઓ-કે જે પવનન્તર પર્વતિથિઓ ગણાય છે, તેને ટીપણામાં ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે પણ તે ચતુર્દશી–પૂર્ણિમા આદિ બંને પર્વતિથિઓ કાયમજ ઉભી રાખવી જોઈએ કે કેમ ? અને તે બે પર્વતિથિઓનું અનન્તરપણું પણ કાયમ જ રાખવું જોઈએ કે કેમ?
૫. જૈનશાસ્ત્રમાં તિથિ કે પર્વતિથિની શરૂઆત કયારથી ગણવામાં આવે છે અને સમાપ્તિ કયારે ગણવામાં આવે છે, તેમજ પર્વ કે પવનન્તર પર્વતિથિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org