________________
નવ મુદ્દાના સાર.
પૂ. આ. સાગરાન’દસૂરીશ્વરજી મહારાજના પ્રશ્નાર્થ મૂળમુદ્દા સંબંધી દેવસુરસંધ સૌંમત તેમની માન્યતા
મુદ્દો ૧-શ્રી તપાગચ્છમાં વર્તમાન ચારે પ્રકારનો શ્રી સંઘ સં ૧૭૧૩માં કાળધર્મ પામેલ ગચ્છનાયક આ. શ્રી. દેવસૂરિજી મહારાજની પરંપરાને આચારનારા હાઈ તે દરેકને શ્રી. દેવસુરગચ્છવાળા કહેવામાં આવે છે. આ આપણા દેવસુરતપાગચ્છમાં ટિપ્પણામાં પર્વ કે પર્વાનતર પર્વ તિથિની હાની વૃદ્ધિ હાય તા તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનીવૃદ્ધિ થાય છે અને તે આચરણા જીતવ્યવહાર છે. અને જીતવ્યવહાર જૈનાગમના વચનની માફ્ક પાળવા લાયક છે.
ધ રત્નપ્રકરણ વિગેરે ગ્રંથામાં છતઆચારને જૈનાગમ માફક પ્રામાણિક ગણવાનું જણાવેલ છે (ટકશાળા વચનવાળા પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સરખા જ્ઞાનસારમાં પેાતાને વિજયદેવસૂર ગચ્છીય કહેવરાવે છે ) ઉપરની દેવસુર સમાચારી જૈન સંધમાં સ ૧૯૯૨ સુધી એકપણ મતભેદ વિના આચરણ પામેલ છે. સ’. ૧૯૯૨થી સ્વલ્પવ દેવસુર સમાચારીથી ભિન્ન કરવાથી જુદા પડેલ છે.
મુદ્દો ૨-એક દિવસે બે તિથિ કે એ પર્વતિથિ માનવી તે કોઈપણ પ્રકારે શાસ્ત્ર, પંચાંગ અને સમાચારીથી સંગત નથી.
પંચાંગકારા સૂર્યોદયને નહિં સ્પતી ભેગવટામાં ધણી ધડીઆળાવાળી તિથિને ક્ષય ગણે છે અને તેને માટે ૦૦૦ મીડાં સુકે છે.
મુદ્દો ૩–ટિપ્પણામાં પતિથિનો ક્ષય જણાવ્યે હાય ત્યારે તેનાથી પૂર્વની અપર્વતિથિનું નામ ન લેવું પરંતુ તે દીવસે ક્ષય પામેલી એવી પર્વતિથિના નામેજ વ્યવહાર કરવા આ પ્રમાણેના વિધાન માટે આચાર પ્રકલ્પચૂર્ણિ, આચાર દશાચૂર્ણિ અને તત્ત્વતરંગિણી વિગેરે શાસ્ત્રો સમર્થન આપે છે.
મુદ્દો ૪-ચતુર્દશી વિગેરે પર્વતિથિએથી આગળની પૂર્ણિમા વિગેરે પર્વતિથિએ કે જે પર્વોન'તર પતિથિએ ગણાય છે તેનો ટીપણામાં ક્ષય કે વૃદ્ધિ હાય
૧ આ લખાણ પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજના પ્રશ્નાર્થ મૂળમુદ્દામાં તેમને સમત હકારાત્મક શું છે તે સમજવા મુશ્કેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org