________________
આ. સાગરાનંદસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન.
વવામાં આવ્યા છે.
ઉપરની હકીક્તથી જ્યારે પર્વની સંખ્યા ન કે અધિક કરવી ઇષ્ટ નથી ત્યારે ટીપ્પણુમાં આવતી તેની હાનિ કે વૃદ્ધિને અંગે થતી ન્યૂનાધિકતા વખતે શાસ્ત્રકારોએ વ્યવસ્થા કરવી જ જોઈએ, અને તેજ વ્યવસ્થા માટે “ક્ષ પૂર્વ તિથિ થા, વૃદ્ધ વય તથોર એવો શ્રીઉમાસ્વાતિવાચકને પ્રોષ જાહેર થયેલા છે.
આ પ્રઘોષ તિથિશ્ચ૦ પ્રકરણમાં હોવાથી તિથિને વિધાયક અને નિયામક છે. અને તેથી ટીપણામાં જ્યારે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તે પ્રશથી તે પતિથિપણે પહેલાંની તિથિ કરવી એમ કહીને અપ્રાપ્ય પર્વતિથિનું વિધાન કરવાવડે એ પાઠ વિધાયક થાય છે.
અને તેવી જ રીતે ટીપણામાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ટીપણાની અપેક્ષાએ બંને દિવસ તિથિપણું આવવાથી પ્રધષના બીજા પાદરૂપે બીજે પાઠ, નિયમ કરીને જણાવે છે કે-પર્વતિથિપણે ઉત્તરની તિથિજ કરવી કે લેવી, અર્થાત ટી૫ણુની અપેક્ષાએ ઉભયમાંજ રહેતું અષ્ટમી આદિ પતિથિપાયું હતું તેને ર્યો તથોરાના વાક્યથીજ નિયમિત કરીને એ પ્રોષથી પહેલી તિથિમાંથી અષ્ટમી આદિપણું કાઢી નાખ્યું અને ટીપણાની બીજી તિથિમાં જ પર્વતિથિપણું રાખ્યું. - એકાકી પર્વની હાનિ-વૃદ્ધિ પ્રસંગે જેમ આ વિધાયક અને નિયામક વાકયો પ્રવર્તે છે, તેવી જ રીતે પર્વાનcર પર્વની તિથિના ક્ષય-વૃદ્ધિ પ્રસંગે તે વાકયનું નિમિત્ત “ તુ વિિિમત્તમસ્તિ' એ નિયમથી પર્વતિથિની “નાધિકતા ટાળવા માટે અને નિરંતરતા રાખવા માટે ફરી પણ તે વાક્યની પ્રવૃત્તિઓ કરવી પડે છે. અને તેથી જ શ્રી દેવસૂર તપાગચ્છમાં સદીઓથી ચાલતો આવેલો ટીપણાની પર્વ કે પર્યાનન્તર તિથિના હાનિ-વૃદ્ધિના પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનિ-વૃદ્ધિ કરવાનો રીવાજ શાસ્ત્રને અનુસરત અને ઘણાજ વ્યાજબી છે,
પાલીતાણુ. સં. ૧૯૯૯ માગશર સુદ ૬ રવિવાર છે
તા. ૧૩-૧૨-૪૨
આનંદસાગર સહિ દ. પોતે
આ પ્રમાણે પર્વવ્યપદેશ મંતવ્યભેદની લિખિત ચર્ચામાં પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજીએ રજુ કરેલ શ્રી દેવસુર સંઘ સંમત
સ્વપક્ષ સમર્થન સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org