________________
આ. સાગાનંદસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન
૩૬
-
4
ત્યારે પણ તે ચતુર્દશી પૂર્ણિમા આદિ બનને પર્વતિથિઓ કાયમજ ઉભી રાખવી જોઈએ અને તે બે પર્વતિથિઓનું અનંતરપણું પણ કાયમ જ રાખવું જોઈએ.
દેવસુરપટ્ટક, હરપ્રશ્ન, પ્રવચનસારે દ્ધાર, આચારમય સમાચારી, સેનપ્રશ્ન, વિગેરેમાં ચૌદશ પૂનમની આરાધના બે ઉપવાસરૂપી છઠ્ઠ કરી આરાધવાનું જણાવેલ છે અને તે વિધાન ટીપ્પણમાં પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે તેરસની ક્ષયવૃદ્ધિ કરવામાં ન આવે તે બની શકે જ નહિ.
મુ પ–જેનશાસ્ત્રમાં તિથિ કે પર્વતિથિની શરૂઆત પ્રત્યાખ્યાનના વખતથી એટલે સૂર્યોદયથી હોવાનું જણાવેલ છે અને તેની સમાપ્તિ “અન્ય સૂર્યોદયથી અન્યતિથિની શરૂઆત થાય ત્યારે થાય છે. તેમજ પર્વ કે પર્વનંતર પર્વતિ થિને ક્ષય (ઉદય ન હોય.) અથવા વૃદ્ધિ-(બે દીવસ ઉદયવાળા) હોય ત્યારે પર્વ કે પરંતર પર્વની વ્યવસ્થા જાળવવા માટે સૂર્યોદયના ઉત્સર્ગમાર્ગને અપોદિત કરનાર તળે પૂર્વાનો નિયમ લગાડવામાં આવે છે.
પર્વતિથિની હાનિવૃદ્ધિના પ્રસંગ સિવાય પર્વતિથિની શરૂઆત સૂર્યના ઉદયથીજ થાય અને સમાપ્તિ તે પછીના બીજા સૂર્યોદયથી અન્ય તિથિની શરૂઆત થાય ત્યારે થાય. આવી સૂર્યોદય વખતે પર્વતિથિ હોય છતાં તેને ન માનતા બીજી રીતે માને તો આજ્ઞાભંગ વિગેરે દોષને પામે. આ વસ્તુ પર્વ કે પર્વનન્તરના ક્ષયવૃદ્ધિ સિવાયના પ્રસંગને ઉત્સગે માર્ગ છે.
પરંતુ પર્વ કે પર્વનંતર પર્વને ક્ષયવૃદ્ધિ હેય ત્યારે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિને ક્ષય કરી પર્વને અખંડ રાખવા “ક્ષયે પૂર્વી”ના નિયમ રૂપ અપવાદને લગાડવો. હંમેશાં અપવાદની પ્રવૃત્તિ ઉત્સર્ગ કરતાં પ્રથમ હોય છે. ઉત્સર્ગમાં અપવાદ અને અપવાદમાં ઉત્સર્ગ જેડનાર વિરાધક મનાય છે. આ વસ્તુને સમર્થન આપનાર દેવસુર પટ્ટક, શ્રાવિધિ, હીરપ્રશ્ન, સેનપ્રશ્ન તત્વતરંગિણી વિગેરે ગ્રંથ છે.
મુદ્દો –પૂર્ણિમા કે અમાવાસ્યા આદિ પર્વનન્તર પર્વતિથિના ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે બે તેરશે આદિ કરવાનું જૈન શાસ્ત્રકારેનું વિધાન છે.
હીરપ્રશ્ન, સેનપ્રશ્ન વિગેરે ગ્રંથે આ વસ્તુને સમર્થન આપે છે. મુદ્દો છ–ફરજીઆત અને મરજીઆત એ બે પ્રકારે પર્વતિથિઓ છે; અષ્ટમી, ચતુર્દશી, ચતુર્માસી, સંવત્સરી અને પંચમી વિગેરે પર્વતિથિઓની આરાધના સાધુઓને માટે ફરજીઆત છે અને આઠમ ચતુર્દશી પૂણિમા અને અમાવાસ્યાની આરાધના શ્રાવકેને માટે ફરજીઆત છે. મરજીયાત પર્વતિથિઓ કલ્યાણક વિગેરે તિથિઓ છે. મરજીયાત પર્વતિથિઓમાં વ્યપદેશ ફેરવવાને સ્પષ્ટ ઉલ્લેખ નથી.
આવશ્યકચૂર્ણિ, સૂરિપુંગવ હરિભદ્રસૂરિકૃત તત્વાર્થ ટીકા, સિદ્ધસેનદીવાકરસૂરિકત તત્વાર્થ ટીકા વિગેરે ગ્રંથે આ વસ્તુને સમર્થન આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org