________________
આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન.
* * *** ~ ~ -~~-~-~
એથી પણ સિદ્ધ થાય છે કે–ચતુર્દશી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થયેલી હોય તે છતાં તે દિવસે તેને ન મનાય તે અન્ય દિવસે તેનું આરોપણ કરીને માનવા છતાં પણ ચતુર્દશીના આરાધનને અંજલિ દીધા જેવું જ થાય એમ નહિ પણ દત્તાંજલિ કર્યાનું જ કહેવાય ! પછી પાક્ષિકે (ચૌદશે) છે અપરાધ કર્યો છે કે જેથી તેનું નામ પણ સહન કરાતું નથી ? ]. એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણું.
પાઠ ૩ વા આ પાઠ ચૌદશ ને પૂનમ બનેને સ્વતંત્ર ફરજિયાત પર્વતિથિ માનવાનું જણાવે છે તેથી નવ વગ અમાવાસ્યા અને પૂણિમાના ક્ષયની વખતે ચૌદશ, પૂનમ કે ચૌદશ અમાવાસ્યાને એકઠા માનવાનું કહે છે તે ખોટું
આ પાઠ તે તે પર્વતિથિના નામે આરાધના કરવામાં આવે તો પણ જે તે દિવસને તે પર્વતિથિ તરીકે ગણવામાં ન આવે તો તે તિથિની તે દિવસે આરાધના કરેલી હોય તો પણ તે આરાધના તે તિથિની ગણાય નહિ, એમ સ્પષ્ટ કરે છે, કેમકે ખરતરો ચૌદશના ક્ષયની વખતે પૂનમને દિવસે ચૌદશની સંપૂર્ણ આરાધના કરે છે છતાં શાસ્ત્રકારે માત્ર તે દિવસે ચૌદશ ન માની પણ પૂનમ જ માની અને તેથી ચૌદશના આસધનને જ લાંજલિ દીધાનું જણાવ્યું.
આ ઉપરધી નો માર્ગ અષ્ટમી ચતુર્દશી આદિના ક્ષયે સાતમ-તેરશ વિગેરેને દિવધે સાતમ-તેરશ વિગેરે તિથિ માને અને તેમાં આઠમ ચૌદશ વિગેરેનું આરાધન પણ કરે તો પણ તે તિથિના આરાધનને તેણે જલાંજલિ દીધી કહેવાય. એટલે આ પાઠ તેઓને કેઈપણ પ્રકારે પોષક તે નથી. પરંતુ બળાત્કારે સાતમ અને તેરશ આદિને સાતમ તેરશની સંજ્ઞા ખસેડી અષ્ટમી ચતુર્દશી આદિની સંજ્ઞા રાખી અષ્ટમી અને ચૌદશ આદિ પર્વતિથિપણે મનાવનાર છે અને એ જ પ્રમાણે શ્રી દેવસૂર સંઘની સામાચારી ચાલે છે.
વળી આશ્ચર્ય તો એ છે કે-એક દિવસે બે તિથિની આરાધના તે વખતે પણ ખરતરગચ્છવાળાઓ કે તપગચ્છવાળાઓ કેઈપણ કરતું જ નહોતું અને તેથી જ અંજલિ દેવાનું અનિષ્ઠાપાદન શાસકારે જે પાઠથી કર્યું તે પાઠથી જ આ વર્ગ એક દિવસે બે તિથિના આરાધનને ઇષ્ટાપાદન માનવા તલસે છે.
આ જગપર એ વાત પણ નક્કી થાય છે કે ન તો એક દિવસે બે પર્વ તિથિ મનાય અને તે એક દિવસે ફરજિયાત બે પર્વતિથિનું આરાધન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org