________________
૫૪
પર્વવ્યપદેશ મંતવ્યભેદ.
-
-
-
અહિં એ વાત પણ વિચારવા જેવી છે કે––શ્રી જૈન શાસનમાં આરોપ કરવા દ્વારા પર્વતિથિને માનવાની અને આરાધવાની આજ્ઞા છે કે નહિ ? શ્રી
આવી ચકખી વાત છતાં નવા વર્ગને જાણ્યા છતાં સુઝતી નથી તેનું કારણ વિચક્ષણે જ સમજી શકે.
આ આપેલા પાઠની પાછળ આગળ જે પાઠ કે જે પાઠ એ વર્ગના મંતવ્યને વિઘાતક હોવાથી તેઓએ જાણું જોઈને છોડી દીધો છે તે કોઈપણ પ્રકારે સજજનતાને અનુસરતું ગણાય નહિ. કેમકે આ વચલી લાઈને છેડીને આગળનો પાઠ પોતે વિસ્તારથી આપે છે. એટલે સજનેને સ્પષ્ટપણે કહેવું પડશે કે-આ [... તિ] પાઠ તે વર્ગો બેટી દાનતથીજ છેડેલ છે.
આ પાઠ દેવસૂર સંઘની સામાચારીનુંજ પિોષણ કરે છે અને તે પર્વ તિથિનો ક્ષયની વખતે પહેલાની અપર્વ તિથિને પલટાવીને પણ પર્વતિથિની સંજ્ઞા આપવાનું ખરતર ગચ્છવાળા અને તપગચ્છવાળા બને કરતા હતા એમ સ્પષ્ટ જણાવે છે. છતાં નવગું સાતમને દિવસે સાતમ માનીને અર્થાત અષ્ટમીને ક્ષય માનીને માત્ર આરાધના કરવાનું જ જણાવે છે, એટલે આ નવ વર્ગ જેમ શ્રી દેવસૂર સંઘથી ઉલટો થયો છે તેમ શાસ્ત્રથી ઉલટ જવા સાથે ખરતરગચ્છ અને તપાગચ્છ બનેથી ઉલટ જ ગયો છે.
વળી ગ્રંથકાર બીજી જે હકીકત કહે છે તે પણ ખરેખર વિચારવા જેવી છે તે હકીકત એ છે કે ખરત્તરાછવાળાઓ ચૌદશના ક્ષયની વખતે પૂનમને દિવસે ચૌદશની સંપૂર્ણ આરાધના કરે છે, માત્ર ચૌદશનું નામ નથી લેતા પરંતુ પૂનમનું નામ લે છે.
એટલા માત્રથી જ શાસ્ત્રકાર પાક્ષિક એટલે ચૌદશના નામને નહિ સહન થવાનો પ્રશ્ન કરે છે ! આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જેઓ તે પર્વતિથિનું નામ તે તે દિવસને આપ્યા સિવાય તે તે પર્વતિથિનું આરાધન કરે તોપણ તે તે પર્વતિથિના નામને ખરતરગચ્છવાળાની માફક નહિ સહન કરનાર જ બને, એટલે એ વાત હવે છુપી નથી રહી કે-અષ્ટમી ચતુર્દશીના સંયે સાતમ-તેરશ ને આઠમ-ચૌદશ માન્યા સિવાય તે દિવસે આઠમ અને ચૌદશની આરાધના કરનારાઓ આઠમ અને ચૌદશના નામને નહિ સહન કરનારાઓજ છે, એટલે ખરતરગચ્છવાળાઓ તે એકલા પાક્ષિકના નામને નહિ સહન કરનારા છે, ત્યારે આ નવો વર્ગ તેવા પ્રસંગે દરેક તિથિના નામને નહિ સહન કરનારે જ છે.
આથી સજ્જને સ્પષ્ટ સમજી શકશે કે ખરતરે ચૌદશના નામના જેમ ઇર્ષાળુ છે તેવી રીતે આ નવો પંથ બધી પર્વતિથિ એના નામને ઇર્ષાળુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org