________________
પર્વવ્યપદેશ મંતવ્યભેદ,
ચૌદશ માનવી અને ભા. શુ. પહેલી પાંચમે ભા. શુ. ૪ માનવી એ-વિગેરે
જેનશાસ્ત્રની આજ્ઞાથી વિપરીત જ છે. ૧૪ “તિથિદિન” અને “પર્વારાધન સંબંધી મંતવ્ય ભેદને અંગેના નિર્ણય
માટે તારવવામાં આવેલા પચ્ચીસ મુદ્દાઓ પૈકી બીજે મુદ્દો નીચે મુજબને છે – ૧૫ (૨) “જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી
હોય, તે દિવસે તે પર્વતિથિ ન મનાય તેમજ તે પર્વતિથિ એવા દિવસે મનાય કે જે દિવસે તે પર્વતિથિના ભગવટાનો અંશજ ન હેય અગર ભગવટાને ભાગ હેય તે પણ તે સૂર્યોદય સ્પર્શ પૂને ભેગવટ હોય, તેમ કરવાથી આરોપ, પર્વલોપ, મૃષા
વાદ અને આજ્ઞાભંગાદિ દોષના પાત્ર બનાય કે નહિ ?” ૧૬ આ મુદ્દાના સંબંધમાં અમારું મંતવ્ય એવું છે કે–જૈન શાસ્ત્રાધાર
મુજબ જે દિવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામતે હોય અગર સમાપ્તિને ન પામતો હોય તે પણ તે દિવસે તે તિથિ હોવાનું માનવું જ જોઈએ, આ ઉપરાંત જે દિવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ.
પાઠ ૧ અષ્ટમી ચતુર્દશી વિગેરે તિથિઓમાં પૌષધ આદિકને નિયમ કરેલ હેવાથી તિથિની સંજ્ઞા કરવા માટે આ ગ્રન્થ છે.
સવારે (નહિ કે સાંજે) પચ્ચખાણની વખતે (ઉગએ સૂરે વિગેરે કહેવાય છે તે માટે) જે તિથિ હોય તે તિથિ પ્રમાણુ કરવી (પૂર્વા અપરાહ્ન વિગેરે વખતે તે તિથિ ન હોય અગર બીજી તિથિ ભોગમાં કે સમાપ્તિમાં હોય તો પણ તે પ્રમાણ ન ગણતાં ઉદયને ફરસનારીજ તિથિ પ્રમાણ કરવી.) એટલે ચોવીસે કલાક એજ તિથિ માનવી,
(રોવીસે કલાક એ તિથિ માનવા માટે અગર બીજા સવારના પશ્ચકખાણ કે સૂર્યોદય સુધી તે તિથિ રાખવા માટે જણાવે છે કે-) લોકમાં પણ સૂર્યોદયને અનુસરેજ (સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિના નામે જ ) દિવસ વિગેરેને વ્યવહાર થાય છે, (આખો દિવસ અને રાત લોક પણ તેજ તિથિ ગણે છે કે-જે સૂર્યોદય વખતે હોય) એથી સવારે પચ્ચકખાણની વખતે જે તિથિ હોય તે જ તિથિ ગ્રેવીસે કલાક માનવી. અર્થાત પૂર્વાહ્ન વ્યાપ્તિ વિગેરે કે ભેગ સમાપ્તિ વિગેરેથી તિથિનો વ્યવહાર કરેજ નહિં.
(આ પાઠને સમજનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે-એ વર્ગ સાતમના ઉદયમાં આઠમ, તેરશના ઉદયમાં ચૌદશ, અને ચૌદશના ઉદયમાં પૂનમ કે અમાવાસ્યા વિગેરે કરે છે, તે આ પાઠથી વિરૂદ્ધ જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org