________________
૪૬
પર્વવ્યપદેશ મંતવ્યભેદ.
પૂર્વે તે તિથિન ભેગવટે ગમે તેટલું હોય તે પણ તે પર્વારાધનમાં પ્રમાણ ગણતો નથી. અને એથી જ તિથિ વૃદ્ધિના પ્રસંગમાં વૃદ્ધા તિથિના પ્રથમ અવચવ સ્વરૂપ પ્રથમા તિથિને તે તિથિ તરીકે માનવા છતાં પણ પર્વારાધનમાં ગ્રહણ કરાતી નથી. આથી સ્પષ્ટ થાય છે કે-જે દિવસે જે તિથિના ભગવટાને અંશ ન હોય તે દિવસને તે તિથિ હોવાનું મનાય નહિ તેમજ જે તિથિને ભેગવટો કોઈપણ દિવસે સૂર્યોદય સ્પર્શને પામતો હોય તે તિથિના સૂર્યોદય સ્પર્શની પૂર્વેના ભોગવટાને ધ્યાનમાં લઈને તે તિથિની માન્યતા નકકી થઈ શકે નહિ. “ઉદયતિથિ તરીકે શ્રી જૈનશાસનમાં તેજ તિથિઓ સૂચવાય છે કે
જે તિથિઓને ભેગવટે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામેલ હોય. ૧૭ જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી હોય તે દિવસે તે તિથિ
ન મનાય તો, અન્ય તિથિના દિવસે તે પર્વતિથિને માનીને તે પર્વતિથિનું અનુષ્ઠાન આચરાય તોપણ પર્વલેપના દોષને પાત્ર બનાય. કારણકે-જે પર્વ જે તિથિમાં નિયત હોય તે તિથિમાંજ તે પર્વને માનવું જોઈએ. અહીં જે એમ ટીપણામાં આવતી પર્વતિથિની વૃદ્ધિ વખતે અતિપ્રસક્ત છે. કેમકે ક્ષયની વખતે સૂર્યોદયવાળી તિથિ મળે નહિ અને વૃદ્ધિની વખતે બે સૂર્યોદયવાળી પર્વતિથિ મળે, અર્થાત તેવી વખતે એટલે પર્વતિથિની હાનિ-વૃદ્ધિ વખતે આ લક્ષણ વ્યર્થ થાય છે.
ચાલુ ચર્ચા પર્વતિથિ હાનિ-વૃદ્ધિ વખતે કઈ તિથિ કહેવી અને માનવી એ વિષયની હોવાથી તે હાનિ-વૃદ્ધિના વિષયમાં અપાદિત (બાધિત) થયેલા ગ્રન્થને આગળ કર ને તે તેજ ઠેકાણે રહેલા હાનિ-વૃદ્ધિના પ્રસંગોમાં ઉપયોગી પાઠને જતો કરે એ કેવી સમજણનું કાર્ય ગણાય ?)
ઉમાસ્વાતિ વાચકને પ્રઘાષ આવી રીતે (પર્વતિથિની હાનિ-વૃદ્ધિ વખતે ઉપયોગી થના) સંભળાય છે.
(પર્વતિથિના) ક્ષયની વખતે (પર્વતિથિપણે) પહેલાની તિથિ કરવી. (તથા) તિથિની વૃદ્ધિ વખતે (પર્વતિથિપણે) બીજી તિથિ કરવી. અને શ્રી મહાવીર મહારાજના જ્ઞાન નિર્વાણને મહોત્સવ તો લેકેને અનુસરીને અહિં (શાસનમાં) કરે
(આવી રીતે પર્વતિથિના હાનિ-વૃદ્ધિ પ્રસંગમાં વિધાયક અને નિયામક તરીકે આપેલો આ ક્ષ દૂર્વા નો પ્રઘાષ એ વર્ગ તરફથી કેમ આપવામાં આવ્યો નહિ? તેનું કારણ વાચક વર્ગ તો સહેજે સમજી શકશે. કારણ કે આ સમર્થ વિધાનથી પર્વતિથિની હાનિ વખતે સપ્તમીઆદિને જ પર્વતિથિ એટલે અષ્ટમી આદિ કહેવી પડે. અને આરાધવી પડે. તેમજ પર્વતિથિની વૃદ્ધિની વખતે બીજા દિવસની તિથિને જ પર્વતિથિ તરીકે કહેવી અને માનવી પડે. એટલે માત્ર આ અર્ધા શ્લોકને જ અર્થ વિચારવાથી એ વર્ગની આખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org