________________
૪૦
પર્વવ્યપદેશ મંતવ્યભેદ
આવું અમારું માનવું છે. સામાપક્ષે આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીનું આ વિષયમાં એવું માનવું છે કે–પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમ પૂર્ણિમા અને દ્વિતીયા પૂર્ણિમા એવી સંજ્ઞા થઈ શકે જ નહિ. પૂનમની વૃદ્ધિના બદલે તેરશની વૃદ્ધિ કરવી જોઈએ અને તેમ કરીને ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થયેલી ચૌદશને બીજી તેરશ બનાવી પ્રથમ પૂર્ણિમાને ચૌદશ બનાવી, પ્રથમા પૂર્ણિમાએ ચૌદશની અને દ્વિતીયા પૂર્ણિમાએ પૂનમની આરાધના કરવી જોઈએ.”
(૯) કલ્યાણક પર્વની તિથિઓને અપર્વતિથિ કહેવાય-મનાય કે નહિ અને પર્વતિથિઓના આરાધનાને અંગે જેન શાસ્ત્રકાર મહાપુરૂષોએ ફરમાવેલા ઉદય, ક્ષય તથા વૃદ્ધિ સંબંધીના નિયમે જેમ ચતુષ્પવી પંચપવી અને ષ તેમજ વાર્ષિક પર્વ ભાદરવા શુ. ૪ ને લાગુ પડે તેમ કલ્યાણક પર્વની તિથિએને પણ લાગુ પડે કે નહિ. એ સંબંધમાં પણ અમારા અને આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના મંતવ્યવચ્ચે ભેદ પડે છે. અમારું મંતવ્ય એવું છે કે-કલ્યાણક પર્વની તિથિઓને પણ અપર્વતિથિ કહેવાય મનાય જ નહિ. તેમજ ઉદય, ક્ષય તથા વૃદ્ધિ સંબંધીના નિયમો જેમ ચતુષ્પવી, પંચપર્વ ષજ્હવી અને વાર્ષિક પર્વ ભા. શુ, ૪ ને લાગુ પડે છે તેમજ કલ્યાણક પર્વતિથિઓને પણ લાગુ પડે છે. આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી કલ્યાણક પર્વતિથિએને પર્વતિથિ તરીકે માનીને કલ્યાણક પર્વતિથિને ક્ષય આવ્યો હોય તે પૂર્વની તિથિએ અને કલ્યાણક પર્વતિથિની વૃદ્ધિ આવી હોય તે પરાધનને અંગે પ્રથમાને અવગણને દ્વિતીયા (ઉત્તરા) તિથિએ પરાધનને માને છે, એટલે એમ પણ મનાય કે ઉદય, ક્ષય અને વૃદ્ધિના જે નિયમેને શાસ્ત્રાધારે અમે જે પર્વતિથિઓને લાગુ પાડીએ છીએ તે નિયમોને આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી કલ્યાણક પર્વતિથિએને અંગે, શાસ્ત્રાધારે અમે જે રીતિએ લાગુ પાડીએ છીએ તે રીતિએ સર્વથા લાગુ પાડતા નથી એમ તે નહિ જ, કલ્યાણક પર્વતિથિઓની હાનિવૃદ્ધિને તેઓ કબુલ રાખે છે એટલે એમ પણ મનાય કે કઈ પણ પર્વતિથિની હાનિ વૃદ્ધિ મનાય જ નહિ અને એથી પર્વતિથિની હાનિ વૃદ્ધિ એ પૂર્વની અપર્વતિથિની અને પૂર્વની તિથિ પણ પર્વ તિથિ હોય તો તેની પૂર્વની અપવતિથિની હાનિ વૃદ્ધિ માનવી જોઈએ. એવી જે તેમની માન્યતા છે, તેમાંથી કલ્યાણક પર્વતિથિઓને બાતલ કરી નાખે છે. વળી કેઈપણ કલ્યાણક પર્વતિથિની પૂર્વની તિથિ ષટપવી પૈકીની હોય અને તેવી કલ્યાણક પર્વતિથિનો ક્ષય આવ્યો હોય, ત્યારે તેઓ કલ્યાણક પર્વતિથિના ક્ષયના બદલે તે પતિતિથિની પૂર્વની કે પછીની તિથિનો ક્ષય માન્યા વિનાજ, એટલે કે-કેઈપણ દિવસે તે પર્વતિથિની માન્યતા કર્યા વિના જ પછીની તિથિએ કલ્યાણક પર્વ. તિથિની આરાધના માને છે, અમે તેવા પ્રસંગમાં પૂર્વની તિથિ કે જે ષષ્પવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org