________________
આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન
૪
પિકાની પર્વતિથિ ક્ષીણ કલ્યાણક પર્વતિથિ યુક્ત છે તે તિથિએજ બંનેય પર્વતિથિઓનું આરાધન થાય છે એમ માનીએ છીએ. આ ઉપરાંત, બીજ આદિ ષપવી પિકીની પર્વ તિથિઓની હાનિ વૃદ્ધિએ તેની પૂર્વની એકમ આદિ તિથિએને “અપર્વ તિથિ તરીકે માની-કહીને જ આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી એકમ આદિની હાનિ–વૃદ્ધિ કરે છે, એટલે એવા પ્રસંગમાં મુકાએલી એકમ આદિ તિથિઓ જે કલ્યાણક પર્વતિથિઓ હોય તો તે પર્વતિથિઓને પણ આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી અપર્વતિથિઓ તરીકેજ માને છે–કહે છે. વધુમાં ષષ્પવી પૈકીની પર્વતિથિની હાનિવૃદ્ધિના બદલામાં પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ– વૃદ્ધિ કરવાના પિતાના મંતવ્યને અગે, જે કલ્યાણક પર્વતિથિઓને ક્ષય ન હોય તે પર્વતિથિઓનો ક્ષય પણ માનવાને તથા કહેવાને પણ આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી તત્પર બને છે અને જે કલ્યાણક પર્વતિથિઓની વૃદ્ધિ ન હોય તે પર્વતિથિઓની વૃદ્ધિ માનવાને તથા કહેવાને પણ આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી તત્પર બને છે એટલું જ નહિ, પણ તેવી ક્ષયવૃદ્ધિની કલપના ક્ય પછીથી, ક્ષયના પ્રસંગમાં પૂવતિથિએ અને વૃદ્ધિને પ્રસંગમાં ઉત્તરા તિથિએ પર્વારાધન કરવાના નિયમને પણ લાગુ પડે છે. છ અમારા અને આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીન મન્તવ્યભેદને લગતી ઉપર ઉપર જણાવેલી મુખ્ય મુખ્ય બીનાઓને સંગૃહીત કરીને મુખ્ય મુદે તૈયાર કરાયો છે અને અમોએ જે પચ્ચીસ મુદ્દાઓ તારવ્યા છે તે પણ ઉપર જણાવેલી મુખ્ય મુખ્ય બીનાઓને લક્ષ્યમાં રાખીને જ તારવ્યા છે. ૮ હવે અમે પચ્ચીસ મુદ્દાઓ પૈકીના પ્રથમ મુદ્દાના સંબંધમાં અમારું જે
મંતવ્ય છે તે જણાવવા સાથે તે સંબંધી જેન શાસ્ત્રાધારને પણ જણાવીએ છીએ. ૯ અમારું મંતવ્ય એવું છે કે-પર્વતિથિઓની આરાધનાને માટે, મળે ત્યાં સુધી, ઉદયતિથિને જ ગ્રહણ કરવાની જેનશાસ્ત્રકાર પરમષિઓની આજ્ઞા છે. જે પર્વતિથિ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોય, તે પર્વતિથિની આરાધનાને માટે કોઈપણ સંગમાં તે ઉદયતિથિથી ભિન્ન એવી તિથિને ગ્રહણ કરવાનું
જેનશાસ્ત્રકાર પરમષિઓએ ફરમાવ્યું નથી. ૧૦ જૈન શાસ્ત્રકારપરમર્ષિઓએ ફરમાવ્યું છે કે-સવારે પ્રત્યાખ્યાન વેળાએ
જે દિવસે જે તિથિને ભેગવટે (વિદ્યમાન) હોય તે દિવસે તે તિથિને પ્રમાણ કરવી. ચાતુર્માસિક સાંવત્સરિક પાક્ષિક પંચમી અને અષ્ટમીમાં તેજ તિથિઓ પ્રમાણ જાણવી કે જેમાં સૂર્યનો ઉદય થાય છે–બીજી નહિ! જે તિાથમાં સૂર્યને ઉદય થાય છે તેજ તિથિમાં પૂજ, પચ્ચખાણ પ્રતિક્રમણ અને નિયમેનું ગ્રહણ કરવું જોઈએ. સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પ્રમાણ કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org