________________
૨૮
પર્વવ્યપદેશ મંતવ્યભેદ.
તિથિ છે અને તેની પછીની આઠમ એ તે પર્વતિથિ છેજ, એ આઠમના ક્ષયના પ્રસંગમાં-બક્ષીણાષ્ટમીયુક્ત સપ્તમીમાં ક્ષીણાષ્ટમીની આરાધના કરવાનું એ દિવસે સપ્તમી તથા અષ્ટમી બંનેને ગૌણ મુખ્ય ભેદે વ્યપદેશ કરવાનું અને સાતમના સૂર્યોદયને સાતમને સૂર્યોદય માનવા સાથે અષ્ટમીને પણ સમાપ્તિસૂચક સૂર્યોદય માનવાનું અમારું મંતવ્ય છે. સામાપક્ષે આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીનું આ વિષયમાં એવું મંતવ્ય છે કે-આઠમના ક્ષયના બદલામાં સાતમનો ક્ષય કર, તે દિવસે જે સાતમપણું છે તેને ઉડાવી દઈને માત્ર આઠમપણું જ કાયમ કરવું અને તે પછી જ તે દિવસે અષ્ટમીની આરાધના કરવી.” આઠમના ક્ષયના દ્રષ્ટાન્તપૂર્વક રજુ કરાએલે આ મંતવ્યભેદ માત્ર આઠમ પૂરતો જ નથી. પણ બીજ, પાંચમ આદિ જે કઈ પર્વતિથિઓ છે તે પર્વતિથિઓને જ્યારે જ્યારે ક્ષય આવે છે અને તે ક્ષીણ પર્વતિથિઓની પૂર્વ તિથિ અપર્વતિથિ હોય છે ત્યારે ત્યારે આજ મંતવ્યભેદ અમે બન્ને વચ્ચે ઉદ્ભવે છે.
(૪) જે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય, એવી પર્વતિથિની જયારે વૃદ્ધિ આવી હોય ત્યારે અમે વૃદ્ધાતિથિના પ્રથમ અવયવ સ્વરૂપ પ્રથમ તિથિને પર્વારાધનને અંગે અવગણવાનું અને વૃદ્ધા તિથિના બીજા અવયવ સ્વરૂપ દ્વિતીયા તિથિએ પવરાધન કરવાનું અને સંજ્ઞા તે તેની જે હોય તેજ કાયમ રાખવાનું માનીએ છીએ. માને કે સાતમ એ અપર્વતિથિ છે અને તેની પછીની પર્વતિથિ સ્વરૂપ આઠમ વૃદ્ધિને પામેલી છે. આવા પ્રસંગમાં અમે પ્રથમા અષ્ટમી અને દ્વિતીયા અષ્ટમી એવી સંજ્ઞાને કાયમ રાખીનેજ, પર્વોરાધનને અંગે પ્રથમાષ્ટમીને અવગણવાનું અને દ્વિતીયા અષ્ટમીએ અષ્ટમીનું પરાધના કરવાનું માનીએ છીએ. સામાપક્ષે આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીનું આ વિષયમાં એવું મંતવ્ય છે કે પર્વતિથિની વૃદ્ધિને બદલે પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરવી. પૂર્વની અપર્વતિથિની તથા વૃદ્ધા પર્વતિથિની સંજ્ઞા પણ આ ફેરફાર કરીને કરવી અને તે પછી જ વૃદ્ધા પર્વતિથિના બીજા દિવસે પર્વારાધન કરવું. “અર્થાત્ બે આઠમ આવી હોય તે તેના બદલે બે સાતમ કરવી એટલે કે પહેલી આઠમની પણ બીજી સાતમ એવી સંજ્ઞા કરવી અને પછી બીજી આઠમના દિવસ માત્રને જ આઠમ કહીને આઠમની આરાધના કરવી.”
(૫) ચંડાશુગંડુ પંચાંગમાં જ્યારે જ્યારે એવી પર્વતિથિની હાનિ અગર વૃદ્ધિ આવે છે કે જે હીના અગર વૃદ્ધા પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય છે ત્યારે ઉપર કલમ ૩ અને કલમ ૪ માં જણાવ્યું છે તે અમે બંનેનાં મંતવ્યમાં ભેદ પડતો હોવા છતાં પણ, હીના કે વૃદ્ધા પર્વતિથિની આરાધના તો અમે બંને એક જ દિવસે કરીએ છીએ, તેવા પ્રસંગમાં પરાધનના દિવસમાં અમે બંનેને ફેર પડતું નથી, તેમ તેવા પ્રસંગમાં જે દિવસે પર્વારાધન કરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org