________________
પર્વવ્યપદેશ મંતવ્યભેદ,
[ આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ તૈયાર કરેલ સર્વસંમત મુસદ્દાને અનુસરીને રજુ કરેલ સ્વપક્ષ સ્થાપન-મૂળ મુદા અને શાસ્ત્રપાઠ સાથેનું નિરૂપણ]
णमो त्थु णं समणस्स भगवओ महावीरस्स
अनंतलब्धिनिधानाय श्रीगौतमगणधरेन्द्राय नमो नमः। ૧ “તિથિ દિન” અને “પવરાધન” સંબંધી મતવ્ય ભેદને
અંગેના નિર્ણય માટે અમેએ તારવેલા પચ્ચીસ મુદ્દાઓ પૈકીને પહેલો મુદ્દો નીચે મુજબને છે. ૨ (૧) “પર્વતિથિઓની આરાધનાને માટે મળી શકે ત્યાં સુધી
ઉદયતિથિનેજ ગ્રહણ કરવાની આજ્ઞા છે કે નહિ ?” ૩ આ મુદ્દે ઉપસ્થિત કરવાને હેતુ એ છે કે સામાપક્ષે આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી ચંડાશુગંડુ પંચાંગમાં જ્યારે જ્યારે પૂનમને અને અમાસને ક્ષય આવે છે, ત્યારે ત્યારે જે દિવસે ચૌદશ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થઈ હોય છે તે દિવસે ચદશ માનવા કહેવાનો ઈન્કાર કરે છે અને તેરશે ચૌદશ માનવા-કહેવાનું પ્રતિપાદન કરે છે. એ જ રીતિએ, ચંડાશુગંડુ પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદ ૫ ને ક્ષય આવ્યે હોય ત્યારે ત્યારે જે દિવસે ભા. સુ. ૪ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થયેલ હોય તે દિવસે ભા. સુ. ૪ નહિ માનવી જોઈએ, પણ ભા. સુ. ૩ ના દિને જ ભા. સુ. ૪ માનવી જોઈએ, એમ કહે છે. પૂનમ, અમાસ અને ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિના પ્રસંગમાં પણ જે દિવસે ઉદયતિથિ રૂપે ચૌદશ અને ભા. સુ. ૪ પ્રાપ્ત થયેલ હોય તે દિવસે બીજી તેરશ અને ભા. સુ. બીજી ત્રીજ માનવા-કહેવાનું તથા પહેલી પૂનમ-અમાસે ચૌદશ અને ભા. સુ. પહેલી પાંચમે ભા. સુ. ૪ માનવા-કહેવાનું પ્રતિપાદન કરે છે. આને અંગે કલ્યાણક પર્વતિથિ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થઈ હોય તે છતાં પણ, જે દિવસે તેના ભેગવટાને અંશ પણ ન હોય તેવા દિવસે માનવા કહેવાનો પ્રસંગ ઉભું કરે છે. આચાર્યશ્રીસાગરાનન્દસૂરિજી આવું જે કાંઈ માનવા કહેવાનું પ્રતિપાદન કરે છે. તે જૈન શાસ્ત્રાધારથી કેવી કેવી રીતિએ વિરૂદ્ધ છે એ દર્શાવવાને માટે તથા અમારું મન્તવ્ય કેવી કેવી રીતિએ જેને શાસ્ત્રાધાને સમ્મત છે, એ દર્શાવવાને માટે આ અને આની પછીના વીસ મુદ્દાઓની તારવણ કરવામાં આવી છે.
તિથિદિન” અને “પવરાધન સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ખાસ મુદ્દાઓ તરીકે અમેએ જે પચીસ મુદ્દાઓ તારવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org