________________
પર્વવ્યપદેશ મંતવ્યભેદ.
અને તેટલાજ માટે શ્રીઉમાસ્વાતિવાચકજીના “ક્ષો પૂર્વ તિથિ: o) એ પ્રઘોષ તરીકે ચાલી આવેલા શ્લોકના આઘપાદને આધારે શાસ્ત્રકારોએ પૂર્વની અપર્વતિથિની સંજ્ઞાને અભાવ કરી ક્ષય પામેલી પર્વતિથિની સંજ્ઞા કાયમ કરી છે. જે હવે સ્વાભાવિક રીતિએ પર્વતિથિ ઉભી રાખવાને માટે તો ક્ષય પામેલી પર્વ તિથિને પણ શાસ્ત્રકારે બુચ્છિન્ન નહિં માનતાં તે પર્વતિથિને નવીન વિધાનથી પણ કાયમ કરે છે અને સ્થિર રાખે છે, તો પછી સિધી વાત છે કે-જે પર્વતિથિ પર્વતિથિથી પૂર્વની હોય અને તેના અનનરની પર્વતિથિના ક્ષયને લીધે એ ક્ષે પૂર્વાના પ્રઘોષથી પૂર્વપતિથિનેજ જે ક્ષય-એટલે સંજ્ઞા અભાવ કે વ્યપદેશાભાવ થઈ જતો હોય તો તેવી પર્વ તિથિને તો કેઈપણ પ્રકારે તે પર્વતિથિ તરીકે કાયમ સ્થાપ્યા સિવાય ચાલેજ નહિં,
ऊ पृष्ट ७ न पुनर्बलवत्कार्य विहाय स्वकार्यस्योपयोगिनी !
અર્થતેવા પ્રકારના મુહૂર્તાદિ બળવાન કાર્ય સિવાય (તે ટીપ્પણની તેરશ) તેરશના કાર્યના ઉપયોગમાં આવી શકે નહિ.
ऋ पृष्ट १५ ननु भो कालिकसूरिवचनाचतुर्दश्यामागमादेशाच्च पंचदश्यामपि चतुर्मासकं युक्तम् , त्रयोदश्यां तद्व्यपदेशाभावेन द्वयोरपि विराधकत्वात् श्रीमत एवैते दोषाः प्रत्यवसर्पन्ति, नास्मान् प्रतीतिचेत्, अहो प्राप्रपंचावसरेऽङ्गुलीपिहितश्रोत्रपथ्यभवद् भवान् ? येने निर्णोष्यमाणे अद्यापि त्रयोदशीमेव वदसि ? यद्वा-'अरण्यरुदनं कृतं, शवशरीरमुद्वर्तितं, श्वपुच्छमवनामितं, बधिरेकर्णजापः कृतः । स्थले कमलरोपणं, सुचिरमुषरे वर्षणं; तदंधमुखमण्डनं यदवुधजने भाषणम् ।।' ।
इति काव्यं कविभिभवन्तमेवाधिकृत्य विदधे, यदेवमपि निरूपितं न स्मरसि ?
અર્થ–શંકાકાર કહે છે કે–“શ્રી કાલિકાચાર્યના વચનથી ચાદશની તિથિએ અને આગમના કથનથી પૂર્ણિમાને પણ દિવસે ચતુર્માસી કરવી યોગ્ય છે (પરંતુ) તેરશમાં તે ચોમાસાના વ્યવહારને અભાવ હોવાથી કાલિકાચા
નું વચન અને આગમનું વચન એ બન્નેના પણ તમે વિરાધક બને છે? અને તેથી તમને કહેલા દેશે લાગે છે, પરંતુ અમને લાગતા નથી.” એવી શંકાના ઉત્તરમાં કહે છે કે –
પ્રથમ ઘણું જ વિસ્તારથી જણાવવામાં આવ્યું તે વખતે શું તેં આંગળી વડે કાન બંધ કર્યા હતા? કે જેથી આટલી બધી ઉદષણું કર્યા છતાં હજુ પણ તે તિથિને એટલે ચાદશના ક્ષયે ટીપણાની તેરશને કરાતી જે ચાદશ તેને જ તેરશ બેલે છે? અથવા જંગલમાં રૂદન કર્યું? મડદાને નવડાવ્યું? કુતરાનું પુછડું વાળ્યું ? બધિર પાસે જાપ કર્યો? ખાર ભૂમિમાં કમલ વાવ્યું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org