________________
આ સાગરાનંદસૂરીશ્વર સ્વ૫ક્ષ સ્થાપન.
[ આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ તૈયાર કરેલ સર્વસંમત મુસદ્દાને અનુસરીને રજુ કરેલ સ્વપક્ષસ્થાપન ૧ મૂળ મુદ્દા, ૨ મુદ્દાઓનું નિરૂપણું અને ૩ શાસ્ત્રીય પુરાવા.].
___ श्री गौतमस्वामिने नमः। ટીપણામાં પર્વતિથિની હાનિવૃદ્ધિ આવે ત્યારે પૂર્વ કે પૂર્વનર અપર્વતિથિની હાનિવૃદ્ધિ જે દેવસૂર સંઘ કરે છે તેના મુદ્દા, મુદ્દાઓનું નિરૂપણ
અને શાસ્ત્રીય પુરાવા
ટીપ્પણમાં પર્વતિથિની હાની કે વૃદ્ધિ હોય તે પણ આપમાં (શ્રીદેવસૂરતપાગચ્છમાં) તે હાની-વૃદ્ધિ પ્રસંગે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિનીજ હાની-વૃદ્ધિ થતી આવે છે તે છતવ્યવહાર ગણુય કે નહિ? અને જો ગણુય તે તે જેનાગમના વચનની માફક પાળવા લાયક ખરે કે નહિ ?
૧, અવિચ્છિને પ્રભાવશાલી ભગવાન શ્રી મહાવીર મહારાજના શાસનમાં વર્તમાનમાં શ્રી જનમૂર્તિપૂજક શ્વેતામ્બર સંપ્રદાયમાં મોટા એવા શ્રી તપગચ્છમાં વર્તમાન ચારે પ્રકારના શ્રી સંઘને સમુદાય આ. શ્રીદેવસૂરિજી મહારાજની પરંપરાને આચરનારો હેઇને તે દરેકને શ્રીદેવસૂરગચ્છવાળા કહેવામાં આવે છે.
તે ગચ્છમાં વિ. સં. ૧૯૯૧ સુધી અખંડપણે ટીપણાની પર્વ તિથિના ક્ષયે તેનાથી પૂર્વની કે પૂર્વતરની અપર્વતિથિને ક્ષય કરવામાં આવતું હતું અને પર્વતિથિની વૃદ્ધિ હોય તે વખતે પૂર્વ કે પૂર્વનર અપર્વતિથિની વૃદ્ધિ કરવામાં આવતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org