________________
આ પત્ર તા. ૯-૪-૪૩ના રોજ મુંબઈથી શ્રી લક્ષ્મીચંદે વિજયરામચંદ્રસૂરિજી ઉપર હળવદ લખ્યા છે. તા. ૫-૪–૪૩ના રોજ કાગળ લખી શ્રીકાંત પાસેથી પુનાનું શીરનામું મંગાવ્યું તે શીરનામું આવી ગયા બાદ આ પત્ર લખાયો હોય તેમ લાગે છે.
શ્રી લક્ષ્મીચંદના કાગળમાંથી નીકળતા મુદ્દા. ૧ આપ શ્રી હાલ તુરત વિહારમાં હોવાથી મેં પણ પત્ર લખ્યો નથી.
૨ “આવતા શનીવારે પુના જવાને છું” પત્ર તા. ૯-૪–૪૩ ને શુક્રવારે સં. ૧૯૯ત્ના ચૈત્ર સુ. ૫ ના રોજ લખ્યો છે તેથી તા. ૧૦-૪-૪૩ ના શનિ વારે નહિ પણ આવતા તા. ૧૭-૪-૪૩ના શનિવારે પુના જવાનો છું.
- ૩ પૂના ગયા બાદ ત્યાં જે વાતચિત થાય તેથી વાકેફ કરીશ માટે હવે આપશ્રીને કયાં પત્ર લખવે. કારણકે મને કદાચ વધુ દીવસ લાગે અને આપ હળવદથી વિહાર કરવાના છે તે કયાં પત્ર લખું ?
૪ શેઠ સાહેબને પણ વાકેફ કરીશ.
આ પત્ર ઉપરથી સ્પષ્ટ છે કે શ્રી લખમીચંદ સ્વયંભક્તિભાવમાત્રથી પ્રયત્ન નહોતા કરતા પરંતુ મહારાજશ્રી વિજયરામચંદ્રસૂરિજીની સૂચના મુજબ જ
( ૭૭ પૃષ્ઠનું અનુસંધાન) આ કાગળ ઉપરથી એ પણ સ્પષ્ટ છે થાય છે કે ૫-૪-૪૩ તારીખ અગાઉ શ્રીકાંત દ્વારા વિજયરામચંદ્રસૂરિજીએ વેદ્ય સાથે સંપર્ક સાધેલો હતો પણ ઘટતું કરી આવવામાટે ગૃહસ્થને મોકલવાની અપેક્ષા હતી તે તા. ૫-૪-૪૩ સુધી થઈ શકયું નહોતું તેથી શ્રી લખમીચંદ વૈદ્ય સાથેની પૂર્વ ઘટનાથી વાકેફગાર બની શ્રીકાંત પાસે પૂનાનું શીરનામું મંગાવે છે. આ શ્રી લક્ષ્મીચંદ અને શ્રીકાંત સંબંધી શંકાની સૂચના તા. ૨૦-૮-૪૩ના જૈન પર્યુષણ અંકમાં થઈ હતી તે શંકા આ પત્રથી નિર્ણય સ્વરૂપ બને છે. આથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે તા. ૫-૪-૪૩ પછી શ્રી લક્ષ્મીચંદ અને તે પહેલાંથી શ્રીકાંત વિજયરામચંદ્રસૂરિની આજ્ઞાનુસાર વૈદ્યના સંપર્કમાં અને ઘટતું કરવામાં હતા. જ્યારે નિર્ણય ૫-૭–૪૩ના રોજ બહાર પડે છે અને તે નિર્ણય ઉપર બેઘની સહી ૩-૬-૪૩ના રેજની છે. આ પણ નિર્ણયમાં ઘાલમેલ નહિં તે બીજું શું કહેવાય?
૧ વરશાસનના ભેદી તંત્રી અને પાલીતાણામાં પંકાયેલા પિલા કચ્છી લક્ષ્મીચંદને મુંબઈ, પુના અને અમદાવાદ વચ્ચે દોડધામ કેટલી થઈ હતી?
(૨૦-૮-૪૩ જૈન પર્યુષણ અંક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org