________________
વાત જાણી શકાય તે જાણવા જેવી ખરી. આ સબમાં જરાય તમને તેમની સાથે સંબંધ છે. એવું કેઈનીય જાણવામાં ન આવે એની ખાસ કાળજી રાખવાની ભલામણ છે. કઈ કઈ સાલમાં શું બન્યું છે. તે તકરારની સાલે બાબતમાં આપણે પરમ્પરાના ખંડનમાં લખ્યું છે. વધારે માહિતી તેઓ માગે તે આપણી પાસે જેટલી હશે તેટલી ખુશીથી મોકલી આપીશું. એજ.
ધર્મની આરાધનામાં ઉજવેલ રહે એજ એક અભિલાષા ૧૧ સુધી અહીં સ્થિરતા છે, જેઠ સુદ ૩ના વેરાવલ પહોંચવા ભાવ છે.”
મુ મજેવડી, વદ ૧૨ દેવગુરૂ ભક્તિકારક સુ શ્રાવક મોહનલાલ ચાહવાલા એગ્ય ધર્મલાભ.
પત્ર મ. સમાચાર જાણું આનન્દ પેઢી આદિના ખુલાસાની વાત જાણુ. પંચાગ બાબતની વાત પણ જાણી. ટાઇપ પાનાં ૩૦ તમે વાંચ્યાં છે. એટલે લાભમાં જ છે. એ વાત નિશ્ચિત લાગે છે. તમે સાવધ છે એ જાણી આનંદ મલે તે સાથે લેતા આવવાના છે એ પણ સારું. ૨–૬–૩ ના તેઓ જેમને સોંપવા જવાના છે. તેમની સાથે જે વાત થશે તે પણ જાણવા મળશે એટલે તમે આવશે ત્યારે સઘલાજ સમાચાર મળશે એમ લાગે છે. એ જ આરાધનામાં અવિરત ઉજવલ રહે એજ એક અભિલાષા, તમારા ઘરમાં સૌ તરફથી ધર્મલાભ જણાવશે અને સાથે ધર્મની આરાધનામાં ઉજમાલ રહેવા પણ
જણાવશે.
-
-
-
- -
૪ જેતપુરથી શુદિ ૧૩ ના રેજ (૧૭-પ-૪૩) આ પત્ર વિજયરામચંદ્ર સૂરિજીએ પુનાવાળા મોહનલાલ સખારામ ઉપર લખેલ છે. એટલે શ્રી લખમી. ચંદ ઘટતું કરી આવ્યા બાદ વિજયરામચંદ્રસૂરિ આદિની સંમતિ પૂર્વક પૂનાના મેહનલાલ સક્રિય રીતે વિજયરામચંદ્રસૂરિજીના ઘાલમેલના કાર્યમાં નિયુક્ત થયા છે. જેને લઈ વિજયરામચંદ્રસૂરિજીએ આ પત્ર લખ્યો છે. આથી સ્પષ્ટ છે કે વિજયરામચંદ્રસૂરિજીએ નિર્ણય માટે ઘાલમેલ કરી છે.
૫ જુનાગઢથી . વ. ૫ ના રોજ (તા. ૨૪-૫-૪૩) આ પત્ર વિજય. રામચંદ્રસૂરિજીએ પૂનાના મેહનલાલ સખારામ ઉપર લખ્યું છે. આ પણ સ્પષ્ટ જણાવે છે કે વિજયરામચંદ્રસૂરિજી વિદ્યની પ્રત્યેક પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખતા હતા. એટલું જ નહિ પણ “મને જણુવવું જોઈએ” લખી વૈદ્યને હવે કોઈ જાતને વિચાર કરવાની જરૂર નથી, કારણકે તે હવે આપણા તરફથી રોકાયેલા છે.
૬ મજાવડી, વદ ૧૨ ના રેજ (તા. ૩૦-૫–૪૩) આ પત્ર વિજયરામચંદ્રસૂરિજીએ પૂનાના-મોહનલાલ સખારામ ઉપર લખ્યો છે. આ પત્રમાં–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org