________________
આ કાગળ પૂ. આ વિજયરામચંદ્રસૂરિજીની આજ્ઞાથી તેમના અતિ વિશ્વાસુ ગણાતા શિષ્ય મુનિશ્રી ચારિત્રવિજયજીએ આ. વિજયરામચંદ્રસૂરિજીના પ્રસિદ્ધ ભક્ત ગીરધરભાઈ પુરૂષોત્તમદાસ ઉપર હળવદથી લખેલે છે. આ કાગળની વિગત ઉપર વિશેષ વિચાર કરવાનું કાર્ય વાંચકવર્ગ ઉપર છોડી દઈએ છીએ.
આ કાગળ વાંચીને પાછા મેકલી આપવાનું મુનિશ્રી ચારિત્રવિજયજી જણાવે છે એટલું જ નહિ પણ કવર ઉપર શીરનામાની નીચે “કાગળ તરતજ પહોંચાડવો” તેમ આ. વિજયરામચંદ્રસૂરિજી સ્વહસ્તે લખે છે. તેથી સિદ્ધ થાય છે કે આ કાગળ વિજયરામચંદ્રસૂરિજીએ લખાવ્યું છે તેમજ આ કાગળમાં જણાવેલ વિગત ખુબજ ગુપ્ત રાખવા જેવી અને આ કાગળ કેઈના હાથમાં ન જાય તેની તકેદારી રાખવાની હોવાથી આ. વિજયરામચંદ્રસૂરિજીએ તે પાછે મંગાવ્યો છે.
જે વૈદ્યને મોકલી આપેલ લખાણની કેપીની પેટી કે બીજી કઈ જાતની પેટી હોય તો તે પેટી સાચવીને મોકલાય તેની સૂચના ભલે હોય પણ તે પેટી મંગાવવાની વિગતવાળા કાગળને પણ સાચવી રાખી પાછો મંગાવવામાં આવે છે તે સ્પષ્ટ જણાવે છે કે તે પિટી વૈદ્યની સાથે થયેલ પરસ્પરના વ્યવહારની પિટીની છે. અને આથી સિદ્ધ થાય છે કે આ. વિજયરામચંદ્રસૂરિજી વૈદ્યની સાથે નિર્ણય તૈયાર થયા અગાઉ શેઠશ્રી કસ્તુરભાઈની જાણું બહાર પત્રવ્યવહાર અને લખાણેની આપલે કરતા હતા અને આને ઘાલમેલ ન કહેવાય તે બીજુ શું કહેવાય? આ કાગળ વૈદ્ય નિર્ણય આપે તે અગાઉ લગભગ બે મહીના પહેલાં લખાય છે.
( ૨ ). શ્રી લક્ષ્મીચંદ હીરજીને શ્રીકાંત ઉપર લખાયેલ કાગળ ભાઈ શ્રીકાંત
BOMBAY. ૫-૪–૧૯૪૩ તમારો પત્ર મળે. વીગત જાણી તમે પુનાનું ઠેકાણું લખવું ભૂલી ગયા છે તે તુર્ત જણાવશે જેથી ત્યાં જઈ મળી આવ્યું અને જે બંધ બેસે તે અને ઘટતું કરી આવું એજ. પૂ. આચાર્ય મહારાજસાહેબને ખબર આપશે.
લી. લખમીચંદના પ્રણામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org