________________
વૈદ્ય–ક્ષો પૂર્વા એ પદથી પૂર્ણિમા ક્ષયે પૂર્ણિમા ચૌદશે કરાય છે. પરંતુ પૂર્વા' એ પદથી તેરશને ક્ષય કરવાનું સાધન નથી એ વાત ખરી છે ?
પૂજ્ય–પૂર્ણિમાના ક્ષયે પૂર્ણિમાને ચતુદશીમાં અને તેવી રીતે ચતુર્દશીને તેરશમાં વ્યપદેશ કરીને વ્યવસ્થા કરવી પર્વરક્ષણ માટે “ પૂર્વા એ પદને વાવલંમવત્તાઘર વિધિઃ એ ન્યાયને અનુસરીને ઉપયોગ કરવો.
રામવિ–-પૂર્ણિમા ક્ષયે પૂર્ણિમા અને ચતુર્દશીની વ્યવસ્થા સાગરજી મહારાજ પિતાના મતે તે કહી ગયા, પરંતુ અમારે મતે તે પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીમાં પૂર્ણિમાની આરાધના અંતભૂત કરાય છે.
વૈદ્ય-આ ચર્ચાના નિર્ણયમાં વાદી–પ્રતિવાદી સમ્મત ગ્રંથે લેવાશે. વિશેષમાં મુદ્રિત તત્ત્વતરંગિણી હસ્તલિખિત તત્ત્વતરંગિણી સાથે મેળવી છે? અને તે પ્રત કયાં છે ?
પૂજ્ય--હા, અને તે પ્રત સુરત–જેનાનંદ પુસ્તકાલયમાં છે.
રામવિ–પંડિત રૂપવિજયજીને પત્ર, દશ શાસ્ત્રીય પુરાવાની પ્રતે અમને મળી નથી. પ્રતિવાદમાં તવતરંગીણિને પાઠ અવવિ૦ ઈત્યાદિ હસ્ત લિખિત પ્રત સાથે મળતું નથી. તમારી પાસેની પ્રત સાથે મળતું નથી. અર્થાત્ હમારી હસ્ત લિખિત તવતરંગીણિમાં પાઠ છે તે પાઠ આપની તત્વતરંગિણમાં નથી.
- પૂજ્ય--છપાવેલ તવતરંગિણિ જે પરથી (હસ્તલિખિત ગ્રંથપરથી) છપાવી તે બરોબર છે, બીજી પ્રતમાં જે પાઠ કહે છે તે અસંગત છે. દશ શાસ્ત્રીય પુરવાની પ્રત જેએાની હતી તેઓને તે સુપ્રત કરવામાં આવી છે.
- વૈદ્ય--અષ્ટમી ક્ષયે સપ્તમીને ક્ષય કરી વ્યવસ્થા કરે છે પરંતુ પૂર્ણિમા ક્ષયે તેરસ સુધી પહોંચે છે તે વિચારણીય છે કે નહિ?
પૂજ્ય-–શાસ્ત્ર અને પરંપરાના હિસાબે વિચારવા જેવું કંઈ પણ રહેતું નથી.
વૈદ્ય-યુગાન્ત આષાઢ પૂર્ણિમાને ક્ષય થાય છે ત્યાં પૂર્ણિમા અખંડ રાખ્યા છતાં લોકપ્રકાશ અને સૂર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથમાં પૂર્ણિમાના ક્ષય બદલે તેરસને ક્ષય કરવો એમ સ્પષ્ટ શબ્દમાં જણાવાયું નથી.
પૂજ્ય--લેકપ્રકાશ વિગેરેમાં જોતિષના ચારના હિસાબે કથન કરેલું છે. આરાધનાની અપેક્ષાએ તે યુગના અંતની આષાઢ પૂર્ણિમાને ક્ષય, છતાં પણ શ્રી નિશીથ ચૂણિ તથા દશાશ્રત સ્કંધનીચૂર્ણિમાં પૂર્ણિમાને અખંડ રાખીને તે દિવસને પૂર્ણિમા તરીકે જણાવેલ છે. પૂર્ણિમા પર્વ હોવાથી તેને જેમ ક્ષય ન ગણાય તેમ ચતુર્દશી પર્વ હોવાથી તેને પણ ક્ષય ન ગણાય માટે તેરશને ક્ષય ગણું પડે અને તેજ પ્રમાણે શાસ્ત્રના લે છે અને પરંપરા છે.
વિદ્ય--ચતુર્દશીમાં પૂર્ણિમા કરો છો પણ ચતુર્દશીનું કર્તવ્ય કયાં કરશે? કારણકે ચતુર્દશી ત્રુટિત નથી તો તેને માટે શી વ્યવસ્થા કરવી અને કયા શાસ્ત્રબળથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org