________________
૧૭
શાસનપ્રેમી ભાઈઓને સવેળાની ચેતવણી નં. ૨
ચેતવણી નં. ૧ આપ્યા પછી શેઠ કસ્તુરભાઈએ જે નિવેદન બહાર પાડયું છે તે અવળે રસ્તે દોરનાર ન થાય માટે આ બીજી ચેતવણી આપી છે.
૧. તેઓએ જણાવેલા મુસદ્દાથી જ સ્પષ્ટ છે કે પુનાના ડેફટર વૈદ્ય તિથિ સંબંધી નિર્ણય લખી શેઠ કસ્તુરભાઈ દ્વારાએ બનેને મોકલી આપો. જે તેમ થયું હતું તે બોલવાનું રહેતજ નહિ. પરંતુ વૈદ્યનું લખાણ તા. ૬ ઠ્ઠી જુલાઈએ રજીસ્ટરથી આવે છે જે અગ્ય વિધિવાળું હોવાથી પાછું મેકલાયું છે, જ્યારે પુનાના રહીશ શા. મોહનલાલ જે નવા પંથના છે, તેને તે પહેલાં મળે છે અને તે મેહનલાલ પેપર અને તારે દ્વારા પિતાના ફેવરના ચુકાદાના સમાચાર ફેલાવે છે. એ ઉપરથી સ્પષ્ટપણે વૈદ્યની તટસ્થતા નથી રહી એમ નક્કી થાય છે. અને તેથી જ વૈદ્યનું લખાણ શેઠને તા. ૧૪મીએ તારથી અમાન્ય જણાવી તા. ૨૦ મીએ ખુલાસા અને ચર્ચા સિવાય ન લેવા જણાવ્યું હતું, છતાં તે સિધી વાત શેઠ કસ્તુરભાઈએ માની નહિ.
૨. જ્યારે પેપરમાં મલ્યાના તરફેણદારીના સમાચાર આવ્યા ત્યારે શેઠ કસ્તુરભાઈને તે બાબત જણાવતાં અખબાર પર ભરોસે ન રાખવે એમ જણવીને વસ્તુની ઉપેક્ષા કરી પણ તેને વૈદ્ય પાસેથી ખુલાસો લીધો નહિં અને તેનું સમાધાન જગાવ્યું નહિ.
૩. તારથી વૈદ્યને તે મોહનલાલના પ્રચાર બાબત પુછાવ્યું કે શેઠની જાણ બહાર પુનાના શેઠ મેહનલાલથી આ પ્રચાર કેમ થયો? ત્યારે તેને જવાબમાં વિઘે શેઠને પૂછવાનું જણાવ્યું, અને તે બને તારે શેઠને મોકલ્યા ત્યારે તેમાં અણુજુગતું નથી એમ શેઠે જણાવ્યું અર્થાત્ તેનું પણ સમાધાન કર્યું નહિં. આ વસ્તુઓ વિચારવાથી દરેક સુજ્ઞને માલમ પડશે કે વિધિમાં વૈદ્યની તટસ્થતા રહી નથી અને તેથી તેઓના લખાણને પણ કેઈ ન્યાયપ્રિય મનુષ્ય ખુલાસા અને ચર્ચા સિવાય એમને એમ મંજુર કરી શકે નહિ.
વૈદ્યની તટસ્થતાના ભંગને માત્ર વિધિની વિપરીતતા ગણુને શેઠ તરફથી હામાં પક્ષના જુન માસના પ્રચાર પછી લગભગ એક મહિને આવેલું લખાણનું રજીસ્ટર પાછું મોકલ્યું છે.
હવે એ નિવેદનમાં જણાવ્યા મુજબ લખાણ બહાર પડયું છે છતાં છપાઈ બહાર પડશે ત્યારે તેમાં વિષયની જે વિપરીતતા છે તે આગળ જાહેર કરવામાં આવશે. અર્થાત તે લખાણ બહાર પડ્યા માત્રથી કોઈએ પણ ભ્રમમાં પડવું નહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org