________________
પદ “તિથિચર્ચાને નિર્ણય ટુંક સમયમાં જાહેર થશે. (એક ખબરપત્રી તરફથી)
અમદાવાદ, તા. ૧લી જુન. જૈન સમાજમાં બહુ ગવાયેલ અને વિખવાદના વાદળો જેના ઓઠા નીચે ઉભાં થયાં. તે તિથિચર્ચાના પ્રશ્નનો લવાદનો ચુકાદો શેઠ કસ્તુરભાઈ લાલભાઈ પાસે પુનાથી આવી ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે, શેઠશ્રી કસ્તુરભાઈ હવે થોડા જ દિવસોમાં એની જાહેરાત જૈન સમાજ સમક્ષ કરશે. જેથી ભવિષ્યમાં ઝઘડાને અંત આવી જાય.”
(મુંબઈ સમાચાર, શુક્ર તા. ૪-૬-૪૩ જેઠ સુદ ૨ પાનું ૫)
તિથિચર્ચાના ઝઘડાને લગતે આવી ગયેલે ફેંસલે. અમદાવાદ, શનિવાર. -
(અમારા ખબરપત્રી તરફથી.) જેને મા તિથિચર્ચાના પ્રશ્ન અંગે જાગેલી ઉગ્રતાને આખરી ફેંસલો આવી જનાર છે. પાલીતાણું મુકામે શ્રી સાગરાનંદ અને રામચંદ્રસુરિ વચ્ચે આ વિષયને લગતો એક શાસ્ત્રાર્થ પુનાની વડિયા કોલેજના અધ્યાપક શ્રી પી. એલ. વૈદ્યની મધ્યસ્થતા હેઠળ ગોઠવાયો હતો. શ્રો વૈદ્યને લવાદ તરીકે ચુકાદ અમલવાદના આગેવાન મિલમાલેક અને જે અગ્રેસર શેઠ કસ્તુરભાઈ ઉપર પહોંચી ગયો છે. એ ચૂકાદો શેઠશ્રી કસ્તુરભાઈ તરફથી જાહેર થનાર છે. (ટપાલની આવૃત્તિ વૈદેમાતરમ-જેઠ સુદ ૩ જુન તા. ૬-૪-૧૯૪૩ પા. ૭).
તિથિચર્ચાનો નિર્ણય આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજીની તરફેણમાં આવેલ ચુકાદા, જૈન સમાજમાં જેના અંગે ભારે કલુષિત વાતાવરણ પ્રસરેલું છે. અને જેથી સમાજ ભાગલા અને વાડામાં વહેચાઈ ગયે છે તે પ્રશ્નના નિકાલની મંગળ ઘડીઓ ગણાઈ રહી છે. જનતા સારી રીતે જાણે છે કે-તિથિ દીન અને પરધન અંગે જૈન સાધુ સંસ્થામાં વિક્ષેપ ઉભા થયા હતા. અને સમાજમાં આંતરવિગ્રહ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી. આ પરીસ્થિતિનો અંત લાવવા તેમજ સમાજને શાસનના પ્રગતીરથના રાગદેષમાં ખુંચી ગયેલા પૈડાને કઇ પણ રીતે બહાર કાઢવાની કાળજી સઉ કોઈની હતી. એમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને માનનીય પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ દરમ્યાનગીરી કરી. બન્ને પક્ષો વતી આચાર્ય મહારાજાએ બન્નેના અરસપરસ ખંડનમંડન અને પુરાવાઓ સંમતિ પૂર્વકના લવાદને સુપ્રત થયા હતા. લવાદ મી વૈદે વધુ જાણવાની જીજ્ઞાસાથી એક જ સ્થાનમાં બન્ને પક્ષના પ્રતિનિધિઓ આચાર્ય સાગરાનંદસુરીશ્વરજી અને પૂજ્ય આ. વિજયરામચંદ્રસૂરીશ્વરજીને એકત્ર કરી વધુ ખુલાસાઓ મેળવ્યા હતા. અને ત્રણ માસની અંદર નિર્ણય આપવા જણાવી દીધું હતું. બરાબર સમયસર એ નિર્ણય શેઠશ્રી કસ્તુરભાઈ પર આવી ગયાના અને ટુંક સમયમાં તેની જાહેરાત કરવાના સમાચાર વર્તમાન પત્રકાર પ્રસિદ્ધ થયેલ છે. અમારી ખબર મુજબ લવાદને ચુકાદે પૂ. આ. વિજયરામચંદ્રસુરિની તરફેણમાં આવ્યો છે” (મુંબઈ સમાચાર, શુક્રવાર તા. ૧૮ જુન ૧૯૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org