________________
તમે કૌટુંબિક, વ્યવહારિક, અને રાજકીય કાર્યોથી ગુંથાયેલા હોવાથી તમને તે કરવું ને પરવડે એ અસંભવિત નથી.
કરેલ તાર અને તેને તટસ્થ તરફથી આવેલ ઉડાઉ ઉત્તર તમને જણવેલ જ છે. તા. ક–પુના મનુષ્ય ગયો હતો, તેણે “પુનાના શા. મોહનલાલે તટસ્થ સાથે ઘાલમેલ કરી છે તથા લખાણ તટસ્થ તેને જ પહેલાં આપ્યું છે એમ જાણ્યું છે. અને ત્યાંના ઉંચા અધિકારીઓએ “તટસ્થ નીમનાર શેઠજીથી તે બાબત પગલાં ભરી શકાય એમ જણાવ્યું છે, એટલે મોન કરી સ્વસ્થાને પાછો આવ્યો છે. સર્વે કુટુંબને ધર્મલાભ જણાવવા.
લી. આનંદસાગર
અષાડ કૃષ્ણ દ્વિતીય ત્રાદશી કપડવંજ તા. ૩૦-૭-૪૩ આનંદસાગર
દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ યોગ્ય ધર્મલાભપૂર્વક લખવાનું કે તા. ૨૭-૭–૪૩ને તમારો પત્ર મળ્યો. તા. ૬ થી ના તારનો ખુલાસો કર્યો પરંતુ તા. ૨૭-૬-૪૩ ના બે પાને ખુલાસે મુદ્દલ નથી.
૧ શરૂઆતમાં તટસ્થની તટસ્થતા તુટવાની શંકાના કારણે જ્યારે તમેને જણાવ્યાં ત્યારે તમે જણાવેલ કે-આ વિષયમાં તેઓ લખપતિ સાથે પણ વાત નહિ કરે અને લાખથી પણ લેભારો નહિ. આવી તમારી ખાત્રીથી વગર ચર્ચાએ ચુકાદો માનવાનું નક્કી કર્યું હતું પણ પુનાવાળા શા મોહનલાલ વિગેરેની હકીક્તથી તમારી વાત છેવટે અમારે ભકિકપણાનો માનવી પડી, મુકેલ ભરોંસામાં નિશ્ચિત વિપરીતતા આવેલા જણાતાં ચુકાદામાં ખુલાસા અને ચર્ચાને સ્થાન આપવાનું જે કહેવાય તે ન્યાયની રીતે પણ ખોટું નથી જ.
૨ મુસદ્દા પ્રમાણે તટસ્થ તમારી દ્વારા બન્ને પર પોતાનું લખાણ મોકલવાનું હતું તેને બદલે તા. ૧ લી જુને કે પહેલાં ચુકાદાનું લખાણ પુનાવાળા શા. મોહનલાલને મળે છે તે તે તટસ્થનું લખાણ કેવા પ્રકારની તટસ્થતાવાળું હશે ? છાપાના લખાણથી આજે દુનિયામાત્ર ઉપર અસર થાય છે ને માને છે તેને વજુદ વિનાનું કેમ મનાય ? તા. ૧ લી જુન વિગેરેના “સેવક” મુંબઈ સમાચાર” આદિના પેપરના લખાણને વજુદ વિના ગણી ઉપેક્ષા કરાય તો પછી તમે અખબારમાં નિવેદન બહાર પાડો છો તે કેમ શોભે ?
૩ પુનામાં થએલ ગડબડનો ખુલાસો પુનાના તટસ્થને પુછાય તે યુક્ત જ છે છતાં તમને પણ તે વાત તથા પુનાના આવેલ કાગળોની વસ્તુ અઠવાડીઆએ અગાઉ જણીવેલ છે. આની તપાસ કરી તમે યોગ્ય ખુલાસો ન કરે અને તુટેલી તટસ્થાથી થએલ લખાણને સ્વીકારવા માટે તમારા ઉપરના વિશ્વાસના આધારે કરેલ લખાણને વળગી રહેવાનું સુચવો તે શું વ્યાજબી છે?
૪ તટસ્થતા તુટયાના તમને રજુ કરેલા કારણે વિચાર અને ખુલાસા વિના તમારું રજુ કરાયેલ નિવેદન સમજપૂર્વકનું નથી. આથી લખાણ બહાર પડશે ત્યારે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org