________________
નિણએ વાંચ્યા પછી તટસ્થની તટસ્થતા રહી નથી વિગેરે કથન થાત તે તે જરૂર અસ્થાને લાગત, એટલું નહિ પણ મહારે તે સંબંધી તે વખતે કાંઈ પણ કહેવું તે શોભાસ્પદ ન ગણાય.
પ્રથમ પત્રમાં જણાવેલ એકસ કારણોથી તટસ્થની તટસ્થતા તુટી છે એ નક્કી જણાવ્યું છે એ જાણ્યા પછી જે મહારું તેથી છૂટાપણું ન જણાવું તે હું મને અને મહને અનુસરનારાઓને ગફલતને ભોગ બનાવનાર ગણુઉં.
તટસ્થતાથી નિર્ણય આવે તેને માન્ય કરવામાં વાંધો લઈ શકાય જ નહિ. આમાં તટસ્થતા સચવાઈ નથી, માટે જ ખુલાસા અને ટીકા ચર્ચાને અવકાશ છે.
એકપક્ષીય શાસન સુધાકર જેવા પેપરમાં વિગત જણાવાઈ તેના ઉપર ચુકાદો આપી શકાય તે મુંબઈ સમાચાર જેવા જાહેર પેપરમાં આવેલા નિર્ણવાળા વિપરીત કે લાયક લેખોને લક્ષમાં કેમ ન લેવાય?
- જ્યારે તટસ્થ મેકલાવેલો નિર્ણય અમો બંનેને તમારે જ મોકલવાનું હતુંત્યારે આ તાર, પેપર અને મનુષ્યોનાં કથનથી આવો પ્રચાર કેમ છે?
શું આ પ્રચાર કલ્પના માફક વજુદ વિનાને છે ?
તટસ્થની તટસ્થતા તુટી જ છે એમ માનું છું માટે આ તટસ્થ અને તેનું લખાણ મહારે માન્ય નથી એમ કહ્યું છે ને કહું છું. સર્વને ધર્મલાભ જણાવવા. આનંદસાગર
જેઠ વદ ૧૨ તા. ૨૯-૧-૪૩ અગત
દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ ગ્ય ધર્મલાભપૂર્વક જણાવવાનું કે-પુનાના વૈદ્ય સાથે તાર વ્યવહાર અને એક (પત્ર) કાગળ જાણવા માટે એક છે તે વાંચવા ગ્ય છે, સર્વેને ધર્મલાભ જણવવા.
આનંદસાગર
કપડવંજ અષાડ કૃષ્ણ ૭, તા. ૨૩-૭-૪ આનંદસાગર - દેવગુરૂ ભક્તિકારક સુથાવક કસ્તુરભાઈ લાલભાઈ એગ્ય ધર્મલાભપૂર્વક લખવાનું કે તમારો તા. ૧૮-૭-૪૭ નો પત્ર મળ્યો. તા. ૨૯-૬-૪૩ ના રોજ તમારા ઉપર બે પત્રો લખ્યા અને તા. -૭-૪૩ ના રોજ કરેલ તારની પહોંચ નથી તે લખવાની જરૂર હતી.
તટસ્થતા તુટવાથી તે લખાણુનું રજીસ્ટર પાછું મે કહ્યું છે અને મહને શાસ્ત્ર તથા તદનુસારી પરંપરા આધારે અનુસરનારાઓ મહારે અંગે માર્ગ ન ભૂલે માટે જાહેર કર્યું છે. ચર્ચા કરાય તો તે લખાણ લેવામાં હજુએ અડચણ નથી. તે પક્ષના પુનાવાસીને લખાણ કેમ મળ્યું અને તા. ૧ લી જુનથી તાર અને પેપરો દ્વારા જાહેરાત કેમ થઈ ? એની તમોએ તપાસ કરી હોય કે તેનું પરીણામ કંઈ આવ્યું હોય એને તમારા પત્રથી ઇસારો પણ નથી જણાતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org