________________
આજે કોના હૃદયમાં એટલી જ શંકા ઉત્પન્ન થાય છે કે શિરપંચનું નામ પણ બહાર ન આવે તેટલી શેઠશ્રીએ તકેદારી રાખી તે શેઠશ્રી દ્વારા જરા પણ વાત બહાર આવે તેમ કઈ માની શકે તેમ નથી. છતાં ખુબજ છૂટથી એક પક્ષના જવાબદાર ગણાતા માણસ સાઠ પાનાનું જજમેન્ટ છે. અમારા રામચન્દ્રસૂરિના લાભનું છે તે કહેવું કે જુદી જુદી રીતે પેપમાં તે વાતને પ્રગટ કરવી તે સમાજમાં અશાંતિને શંકા ઉત્પન્ન કરાવનારું છે.
સમાજને આજે અનેક તરહની શંકા કરવાનું કારણ મળે છે કે શેઠશ્રી દ્વારા કોઈપણ જાતની વાત પ્રગટ નથી થઈ છતાં આ મતનો પ્રચાર આ માણસે કયા આધારે કરતા હશે. શેઠશ્રીને આની ઉંડી ગવેષણાની વિનંતિ કરે છે એજ
શ્રી જૈનધર્મ પ્રભાવક સમાજ,
(તા. ૨૦-૬–૪૩ સંદેશ પાનું ૨) આ પછી “તિથિચર્ચાનું વાવાજોડું' એ હેડીંગતળે સેવક વિગેરેમાં પણ નિર્ણયકાર સાથે એકપક્ષે કેમ હસ્તપ્રક્ષેપ નહિ કર્યો હોય તેવું સૂચવવામાં આવ્યું હતું. તથા રાધનપુરથી એક મુનિમહારાજે શેઠશ્રી કસ્તુરભાઈને પત્ર લખ્યો હતો. તેમજ જેન, મુંબઈ સમાચાર વિગેરેમાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિ તરફથી નિર્ણયમાં હસ્તપ્રક્ષેપ કેમ નહિ થયો હોય તેમ જણાવવામાં આવ્યું હતું.
આ. વિજયરામચંદ્રસુરિજીનો પક્ષ નિર્ણયબહાર પડયા અગાઉ નિર્ણયથી
વાકેફગાર હતો તેના આધારે. આ પેપરોને સમાચારો ઉપરાંત બીજા પણ અનેક ચોક્કસ પુરાવા મળે છે કે-વિજયરામચંદ્રસૂરિજીએ અને તેમના ભક્તોએ નિર્ણય શેઠ શ્રી કસ્તુરભાઈને મળે તે અગાઉ નિર્ણયના સમાચાર અને નિર્ણય મેળવ્યો હતો, અને તે મેળવેલ સમાચારથી સ્પષ્ટ થાય છે કે-નિર્ણયકાર વૈદ્ય સાથે પિતાના પક્ષે નિર્ણય લાવવા આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ સંપર્ક સાથે હતો. જે સ્પષ્ટ તટસ્થભંગ સૂચવે છે.
( ૧ ) - તા. ૧૦-૬-૪૩ના રોજ મેહનલાલે કરેલો તાર
આ નીચે આપેલ તાર વિજયરામચંદ્રસૂરિના ભક્ત મેહનલાલ સખારામે તા. ૧૦-૬-૪૩ ના રોજ ભાખરીયા પર મુકેલ છે. તે તારમાં નિર્ણય વિજયરામચંદ્રસૂરિજીના લાભમાં છે તેમ જણાવ્યું છે. જ્યારે શેઠશ્રીને તા. ૧૭-૬-૪૩ સુધી નિર્ણય મળ્યો નથી તેમ જૈન પત્રના કાગળમાં સુચવાયેલ છે. આથી સ્પષ્ટ છે કે વૈદ્ય તટસ્થ રહ્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org