________________
આ પત્ર તા. ૩૦-૬-૪૩ ના રોજ મહેસાણાથી મુનિ શ્રી મહિમાવિ. જયજીએ પ્રવચનના માણસ કેશવલાલ ઉપર લખ્યો છે. તેમાં નિર્ણયની ચેપડીએ બંધાઈને આવી ગઈ હોય તે મોકલી આપવાનું જણાવ્યું છે. અર્થાત નિર્ણય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ આ૦ સાગરાનંદસૂરિજીને મોકલે તે પહેલાં તે છૂટે હાથે તે નિર્ણય આ૦ વિજયરામચંદ્રસૂરિજીના સમુદાયમાં ફરતો થઈ ગયો હતો.
આ પત્ર કેઈક દ્વારા પકડાઈ પૂ૦ મુનિશ્રી હંસસાગરજી મના હાથમાં સ. ૧૯ માં તળાજા ચાતુર્માસ હતા ત્યારે આવ્યા. તેમણે મહિમાવિજયજીએ જેના ઉપર પત્ર લખ્યું હતું તે પ્રવચનના માણસ કેશવલાલ ઉપર નિ ચોપકિડીઓ સંબંધી પત્ર લખી પુછાવ્યું કે-આમાં શું છે? પૂ. મુનિશ્રી હંસસાગરજી મહારાજે પ્રવચનના માણસ કેશવલાલ ધારશીભાઈને લખેલ પત્ર.
સ્થલ તલાજા, સં. ૧૯૯૯ ના અશાડ સુદ ૧ શનિવાર. સુશ્રાવક કેશવલાલ ધારશીભાઈ યોગ્ય ધર્મલાભ.
તમે જેના પ્રવચનમાંથી છુટા થયા, બીમાર છે, વિશાલ કુટુંબના નિવાં. હમાં ચિંતાયુક્ત છો વિગેરે કારણેને લઈને કેઈ. સ્થાનની તમેને તાબડતોબ આવશ્યકતા હોવાથી કે તેવા સ્થળે તમારી ગોઠવણ કરાવી દેવાની મને ત્યાંના તમારી પ્રતિ લાગણું ધરાવતા એક સજજનની અત્રે ખાસ ભલામણ છે, હું પણ તમને ગૃહસ્થીપણેથીજ પ્રમાણિક તરીકે જાણું છું, બનતું ધ્યાન આપીશ, આપત્તિમાં હિંમત હારવી નહિ, તમને અન્યાય આપનારનું પણ શુભ ચિતવશો.
વિશેષમાં તમે જાણતાજ હશે કે–દૈનિક પત્રોમાં તાજેતરમાં તિથિચર્ચાને નિર્ણય શ્રી રામચંદ્રસૂરિજીની ફેવરમાં આવ્યો હોવાનો પ્રચાર થઈ રહ્યો છે. પુનાવાળા ડે. પી. એલ. વૈદ્યને હારતોરા પણ એ ખુશાલીમાં પહેરાવ્યા અને મોહન સખારામે સુરત, જુનાગઢ, અમદાવાદ અને મુંબઈ વિગેરે સ્થળે તારે પણ તા. ૧૦–૬-૪૩ ને તા. ૧૧-૬-૪૩ ના રોજે કયો છે અને કાગળ પણ લખ્યા છે એ નિર્ણયકારને ફેજ હવાના કાગળે પણ શ્રી રામસૂરિજીના ભક્તોના લખેલા પકડાયા છે.
એજ રીતે આ સાલ મહેસાણે ચાતુમસ કરેલ કનકવિજયજીના શિષ્ય મહિમાવિએ તમારા ઉપર પણ તા. ૩૦-૬-૪૩ ને લખેલે પત્ર અને કઈ એક શાસનભક્ત દ્વારા આજે અમદાવાદથી મળે છે. તે કાગળમાં તમારા દ્વારા મહિમાવિ, “નિલ ચપડીઓ’ એમ કાગળમાં લખીને પી. એલ. વેદના નિર્ણયની જ એ ચાપડીઓ બંધાવીને મંગાવે છે એમ સાફ સમજાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org